Sunday, September 29, 2024

પ્રોપેન એલ.પી.જીના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફટી ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ડિઝાસ્ટર સેલ દ્વારા ઔદ્યોગિક એકમોમાં સેફટી ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો

મોરબી સીરામીક એસોસિયેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેક્ટર કચેરી મોરબી અને ડાયરેક્ટર ઓદ્યોગિક સતામતી અને આરોગ્ય, મોરબી ના માર્ગદર્શન હેઠળ પ્રોપેન અને એલ.પી.જીના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવાંમાં આવ્યું હતું.

મોરબીના શાપર અને પીપળી વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે યોજાયેલ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ૧૪૦ લોકો એ ભાગ લીધો હતો.

આ અવસરે ટ્રેનર મિલિન્દ રનાડે દ્વારા પ્રોપેન અને એલ.પી.જીને ઓપરેટ કરતી વખતે શું ધ્યાન રાખવું તથા આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાનો, અન્યનો અને માલ- મિલકતનો ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનો દ્વારા કઈ રીતે ઉપયોગ કરવો તથા તેનું સંચાલન કઈ રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ ઔદ્યોગિક ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના ડાયરેક્ટર ઉદય રાવલ, મોરબી કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ધાર્મિક પુરોહિત તથા ટ્રાઈ ગેસ કંપનીના ધર્મેશ જોબનપુત્રા હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર