મોરબીમા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબીની ઘાંચીશેરીમાથી પકડી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા એક વર્ષ થી નાસતો ફરતો આરોપી મોરબીની ઘાંચીશેરીમા હોવાની બાતમી મળતા બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં આરોપી હુશેનભાઇ સીદીકભાઇ ખોડ રહે. મોરબી જોન્શનગર શેરીનં.૧૧ મોરબીવાળો મળી આવતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.