મોરબી: અપહરણના ગુનામાં બે વર્ષથી નાસતો કેદી ઉત્તરપ્રદેશથી ઝડપાયો
મોરબી: મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો ૦૭ વર્ષનો સજાયાતી પાકા કામનો કેદી છેલ્લા ૦૨ વર્ષથી પેરોલ ફરારી હોય જેને ઉત્તર પ્રદેશ રાજ્યના બલીયા જિલ્લા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડી રાજકોટ મધ્યસ્થજેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સિટી બી ડીવીઝન પો.સ્ટે. આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૬૬, વિ. મુજબના ગુનામાં આરોપી સેરાજ અહેમદ રજાક હુશેન હાશમી રહે.રતસર તા.જી.બલીયા (યુ.પી) વાળાને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા સાત વર્ષની સજા કરેલ હોય જે કેદીને નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૧૫ ની પેરોલ રજા મળતા ઈસમ કેદીને તા.૧૦/૧૨/૨૦૨૧ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય, પરંતુ આરોપી પાકા કામનો કેદી પેરોલ રજા પરથી ફરાર થયેલ હોય જે કેદીને હસ્તગત કરવા માટે પેરોલ ફર્લો સ્ટાફની ટીમ બનાવી ઉતરપ્રદેશ રાજય ખાતે તપાસ અર્થે મોકલતા બાતમીવાળી જગ્યા રતસર તા.જી.બલીયા (યુ.પી) ખાતે જઇ પેરોલ ફરારી કેદીને તા.૨૫/૦૧/ ૨૦૨૪ ના રોજ રતસર કલાન અગરધતા મેઇન બજાર તા.જી.બલીયા (યુ.પી) ખાતેથી પકડી પાડી તેને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.