Friday, November 22, 2024

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિતે અભિનંદન પાઠવ્યા, જાણો શું કહ્યું તેમણે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાષ્ટ્રિય મતદાતા દિન પર ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રેષ્ઠ ચૂંટણી પ્રથા માટે વિશેષ પુરસ્કારો પ્રસ્તુત કર્યા. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, ‘હું રાષ્ટ્રીય મતદાતા દિવસ પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે આપણે સાથે મળીને આપણા દેશમાં લોકશાહીને મજબૂત બનાવવામાં ફાળો આપવાનું ચાલુ રાખીશું.’ તમને જણાવી દઈએ કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. આ પ્રસંગે, ભારતનું ચૂંટણી પંચ ઈ-ઇપીઆઈસી (ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ) કાર્યક્રમ પણ શરૂ કરશે. 11 મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે કોવિંદે કહ્યું હતું કે ‘હું તમામ મતદારોને ખાસ કરીને અમારા યુવા મતદારોને અભિનંદન આપું છું કે જેમણે પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવ્યો છે. આજથી તમને ભારતની લોકશાહી પ્રણાલીમાં અને દેશના ભાવિને નક્કી કરવામાં સક્રિય ભૂમિકા ભજવવાની તક મળી રહી છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે હું તમને બધાને યાદ અપાવવા માંગું છું કે આપણે બધાએ હંમેશાં મત આપવાના મૂલ્યના અધિકારનો આદર કરવો જોઈએ. મત આપવાનો અધિકાર એ સરળ અધિકાર નથી. વિશ્વભરમાં, લોકોએ મત આપવાના અધિકાર માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના ચૂંટણી પંચના 72 મા સ્થાપના દિન પર, દેશમાં સ્વતંત્ર અને ન્યાયી ચૂંટણીઓ યોજવાની બંધારણીય જવાબદારી સફળતાપૂર્વક પાર પાડનાર તમામ દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા.

 

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર