માળીયા (મી): માળિયા તાલુકાના મોટા દહિસરા ગામે શાળા પ્રવેશઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ તકે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ રમેશભાઈ હુંબલની દીકરી મિતલબેન રમેશભાઈ હુંબલએ મોટા દહિસરા કુમાર તાલુકા શાળામાં શિક્ષકની ઘટ હોવાથી ત્રણ માસ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ હેતુથી નિશુલ્ક સેવા આપી હતી. મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નથુભાઈ કડીવાર દ્વારા મિતલબેનનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.

