મોરબી: વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૬૨ જેટલા દર્દીઓને આરોગ્ય તપાસણી કરી જરૂરી દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે જે દવે તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડી બી મહેતાની સૂચના અનુસાર પ્રા આ કે ભરતનગરના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો ડી એસ પાંચોટીયા ભરતનગર પ્રા આ કે તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં વર્લ્ડ હાયપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી તેમજ 62 જેટલા દર્દીઓને આરોગ્ય તપાસણી કરી જરૂરી દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

