ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ખાતે આજ તા. 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી ટંકારા તાલુકાના હડમતિયા કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ લજાઈ ગામે દેવદયા માધ્યમિક શાળા, લજાઈ તાલુકા શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મેલેરીયા દિવસના ભાગરૂપે શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયાનું આરોગ્ય શિક્ષણ આપેલ તથા મેલેરિયાના અટકાયતી પગલાં વિશે સમજાવેલ તથા મેલરીયાનું પ્રાથમિક નિદાન અને સારવાર વિશે સમજાવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના આચાર્ય નીતિનભાઈ માંડવીયા તથા નીતિનભાઈ ભાડેજા દ્વારા સહકાર મળેલ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આયુષ મેડિકલ ઓફિસર ડૉ. અલ્પા રામાવત , મનસુખભાઈ મસોત તથા ટંકારા તાલુકાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. અને ટંકારા તાલુકાના લજાઈ ગામની પ્રાથમિક શાળામાં ગપ્પી માછલીઓ મુકવામાં આવી.
આ પ્રસંગે મેલેરિયા સુપરવાઈઝર લજાઈ MPHS મનસુખભાઈ મસોત તેમજ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW જયદીપભાઈ તથા કેતનભાઈ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા,(MPHS), કેતનભાઇ બારૈયા(MPHW), અંજુમબેન જોખીયા(FHW),કૃપાલીબેન ચૌહાણ(CHO) સહભાગી થયા હતા.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની દ્વારકાના આંબા ભગતની વાડીમાં રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિર સંપન
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી...
મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં આજે મંગળવારે પતંગોના પર્વ ઉતરાયણની ઉજવણી કરવા પતંગ રસીયાઓ થનગની રહ્યા છે ત્યારે પતંગ રશિયાઓ દ્વારા ઘરે ઘરે ધાબાઓ પર આજે પતંગોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે.
તેમ ગઇકાલે સોમવારે મોરબીના નગરદરજા ચોકમાં પતંગ-દોરાની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા રસ્તાઓ જામ થઇ ગયા હતા....
મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા મહિલાને બેન્કનો હપ્તો ભરવાની તારીખ હોય અને રૂપિયાનું સેટીંગ ન થતુ ટેન્શનમાં આવી જઈ એસિડ પી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જ્યોતીબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.૪૬) એ ઉજીવન બેંક મહિલા મંડળી માંથી છેલ્લા એક...