મહિલાઓને મળી ધુમાડાથી મુક્તિ; પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોરબીમાં ૭૧ હજાર પરિવારો એ લીધો લાભ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે ગરીબરેખા નીચેના પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.આ યોજનાના અંતર્ગત, ગરીબરેખા નીચે જીવતા લોકો પ્રતિવર્ષ નિશુલ્ક ગેસ કનેક્શન અને ઉજ્જવલા ગેસ સિલિન્ડર પ્રદાન કરવામાં આવે છે. જેથી ગુજરાતના ગરીબરેખા નીચે જીવતા પરિવારોને વઘુ સુરક્ષા અને સુવિધાઓ મળી શકે. મોરબી જિલ્લામાં આ યોજનાનો ૭૧ હજારથી વધુ લોકો લાભ મેળવી રહ્યા છે.
વાત કરીએ આ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાની તો ગરીબરેખા નીચે જીવતા લોકો હોય તેના સુધી સસ્તું ઇંધણ અને શ્રેષ્ઠ ઉર્જા પ્રદાન થાય જેથી તેની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને લાકડા બળતણ પણ ઓછો વપરાશ કરે અને ભારત પ્રદૂષણ મુક્ત ભારત રહે. છેવાડાના લોકો સુધી પણ ગેસ કનેક્શન પહોંચે અને ચૂલા બળતણ થી રાહત મેળવી શકે.
વહીવટી તંત્રના સતત સંકલન દ્વારા રાજ્યના અંત્યોદય તથા બી.પી.એલ કેરોસીન કાર્ડ ધારકોને ‘પ્રધાનમંત્રી ઉજ્જ્વલા’યોજના હેઠળ કનેક્શનનો આપવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આવા ગેસ કનેક્શન મેળવતા લાભાર્થીઓનું તેમજ પહેલેથી ગેસ કનેક્શન ધરાવતા હોય કેરોસીનની પાત્રતા ન ધરાવતા હોય તેવા તમામ લાભાર્થીઓને ગેસ સ્ટેમ્પિંગ કરી આપવામાં આવે છે. ઉપરાંત જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને સમાવિષ્ટ કરવા માટે સરકાર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરી કેમ્પ જનયોજવામાં આવે છે.
હાલ વાજબી ભાવની દુકાનો દ્વારા થતા વિતરણ સમયે ગ્રામ્ય કક્ષા સુધી યોગ્ય આયોજન કરીને વિતરણ સમયે જ લાભાર્થીઓને PMUY ની સમજણ આપી તેઓની નોંધણી થઈ શકે તે મુજબનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ઓલ માર્કેટિંગ કંપનીઓ તથા ગેસ એજન્સીઓનો સંપર્ક કરી વિતરણ દરમિયાન વાજબી ભાવની દુકાન ખાતે તેઓ દ્વારા લાભાર્થીઓને યોજનાના ફોર્મનું વિતરણ તથા O.M.C ના P.M.U.Y યોજના હેઠળ નોંધણી અન્ય કામગીરી કરવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં ૭૧ હજારથી વધુ લાભાર્થીઓ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના નો લાભ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ૧.૦ હેઠળ ૪૭૨૪૯ લાભાર્થી, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ૨.૦ હેઠળ ૧૭૬૦૫ લાભાર્થીઓ નોંધાયા છે જ્યારે હાલમાં અમલી પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ૩.૦ હેઠળ અત્યાર સુધી ૬૨૭૫ જેટલા લાભાર્થીઓ આ કલ્યાણકારી યોજના હેઠળ નોંધાઈ ચૂક્યા છે.
જિલ્લા પુરવઠા અધિકારી.સંદીપ વર્માએ જણાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના મહિલાઓને આ યોજનાથી ઘણો લાભ મળ્યો છે અને સરકાર શ્રી દ્વારા તેમને સબસીડી સહીતની આર્થિક સહાય આપવામાં આવે છે.