Saturday, December 21, 2024

મોરબી શહેરમાં નીચે મુજબના વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તારીખ ૨૨.૧૧.૨૦૨૩ નાં બુધવાર નાં રોજ મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા વિસ્તાર વાવડી રોડ ફીડર રાધા પાર્ક, કારીયા સોસા, સોમૈયા સોસાયટી, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર ૧-૩, માધાપર તથા આસપાસ ના વિસ્તારમાં ફીડર સમારકામ કરવાનુ હોવાથી સવારે ૭.૦૦ વાગ્યા થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલના માનવંતા ગ્રાહકોની જાણ સારું કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

તેમજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૨૨/૧૧/૨૦૨૩ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો GETCO Maintenance ના કામ માટે બંધ રાખવામાં આવશે.

જેમ કે 66 કેવી ધુટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા લેનજ ઇન્ડસ્ટ્રીયલ, વિવાન્તા ઇન્ડસ્ટ્રીયલ, સેપલ ઇન્ડસ્ટ્રીયલ, સિલ્ક ઇન્ડસ્ટ્રીયલ પીપળી જ્યોતિગ્રામ, ઘૂંટુ જ્યોતિગ્રામ તેમજ ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) તેમજ ૧૧ કેવી બેલા AG ફીડર તથા ૧૧ કેવી માંડલ ખેતીવાડી માં ખેતીવાડી વીજ જોડાજોડાણોમાં સવારે સાત થી બપોરે ત્રણ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર