પ્રદૂષણ ફેલાવતી કંપની પર કાર્યવાહી કરવા જીપીસીબીનાં અધિકારીને કોની શરમ?
મોરબી જીપીસીબીમાં જ્યારથી અધિકારી બદલાયા છે ત્યારથી નવા આવેલા અધિકારી મહેન્દ્ર સોનીની કામગીરી પર અનેક વખત સવલો ઉઠી ચૂક્યા છે ચાહે તે ઘુંટુ ગામ પાસેથી પકડાયેલું ટેન્કર હોય કે સિરામિક ઉદ્યોગમાં વાપરતા પેટકોક હોઈ કે પેપર મિલોમાં બેફામ વપરાતા પ્લાસ્ટીનો મુદ્દો હોઈ કે પછી કેમિકલ વાળું પાણી મચ્છુ નદીમાં છોળવાની બાબત હોઈ
જીપીસીબીના અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ ફક્ત હપ્તા લેવા જ કરે છે બાકી ફોનનો રિપ્લાઇ કે બંધ આવે છે આ પેટર્ન પણ ગાંધીનગર સુધી ડેવલોપ કરવામાં આવી છે જેને આખું ગુજરાત અધિકારીઓના ઘર ભરવા માટે જ હોઈ લોકોના જીવ અને સ્વાસ્થ્યની કિંમત કોડીની બની ગઈ છે.
ભૂતકાળમાં મોરબીમાં જીપીસીબી આર.ઓ.અધિકારી રહી ચૂકેલા સુત્રેજા ગાંધીનગર ACBના હાથે કિલો સોનું લાખો રૂપિયા અને 500 વીઘાથી વધુ મિલકત સાથે પકડ્યા હતા તથા જીપીસીબીના બોસ એ વી શાહ પણ હાલ ACBની કાર્યવાહી નીચે છે.
ત્યારે તાજેતરમાંજ ચક્રવાત ન્યુઝ દ્વારા બ્રાઉની પેપર મિલમાં પ્લાસ્ટિક બાળીને લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેને લઈને ડ્રોન વિડિયો તેમજ ફોટા સમાચારના માધ્યમમાં મૂકવામાં આવ્યા હતા અને આ પુરાવા મોરબી જીપીસીબીના અધિકારી મહેન્દ્ર સોનીને પણ આપ્યા હતા. પરંતુ આ બાબતે આજ દિવસ સુધી કોઈપણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી નાતો આવી ફેક્ટરીને ક્લોઝર આપવામાં આવી છે કે ના તો કોઈ દંડ કરવામાં આવ્યો છે જેથી સવાલો એ થઈ રહ્યા છે કે શું આ બાબતે પણ ટેબલ નીચેનો મોટો વહીવટ કરી લેવામાં આવ્યું હશે અને જો ન કરવામાં આવ્યો હોય તો કેની શરમ આવી ફેક્ટરી પર કાર્યવાહી કરતા રોકી રહી છે? આવા અધિકારી નાં કારણે હવે લોકો આવી ફેકટરીન ઓ વિરુદ્ધ ફરીયાદ કરતા પણ ડરી રહી છે જેથી વહેલી તકે આવા અધિકારીની બદલી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પ્રદૂષણના વિડિયો જેવા પુરાવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં મોરબીના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ ને ડરી રહ્યા છે કે લાંચિયા અધિકારી ફરી કોઈ મોટી કુદરતી આફતને નોતરશે માટે આ બાબતે સરકાર ક્યારે ગંભીર થશે.