Thursday, January 9, 2025

પોલીસની ધાક ઓસરી: મોરબીમાં યુવક પાસેથી બે શખ્સોએ છરીની અણીએ 12 હજારની લુંટ ચલાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી વીશીપરા રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં બે શખ્સોએ યુવકનાં બાઈક આગળ પોતાનું બાઈક ઉભું રાખી યુવકને મોતની ધમકી આપી રૂપીયા આપી દેવા માંગણી કરતા યુવકે પૈસા નહી હોવાનું કહેતા યુવકને બાઈક પરથી નીચે પછાડી યુવકના પેન્ટના નેફામાથી બળજબરીથી છરી વડે પાકિટ કાઢી એક ઘા છરીનો મારી બાર હજાર રૂપિયાની લુંટ ચલાવી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરામા રહેતા કિશોરભાઈ મનુભાઈ ચાવડા (ઉ.વ.૨૩) એ આરોપી અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઇ જેડા તથા અલ્યાસ ઉર્ફે ભીમો હુશેનભાઈ સુમરા રહે બંને મોરબી વીશીપરા વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૧૨-૨૦૨૩ ના રોજ આરોપીઓએ કોઇ કારણ વગર ફરીયાદીના બાઇક આગળ પોતાનુ બાઇક ઉભુ રાખી બોલાચાલી કરી ફરીયાદીને જીવવુ હોય તો પૈસા આપવાની માંગણી કરતા ફરીયાદીએ પોતાની પાસે પૈસા નહી હોવાની ના કહેતા ફરીયાદીને બાઇકમાથી નિચે ઉતારી પછાડી દઇ આરોપી અલ્તાફે પોતાના પેન્ટના નેફામાથી છરી કાઢી અને અલ્યાસે ફરીને પકડી રાખી ફરીયાદીના પેન્ટમાથી બળજબરી પુર્વક પાકીટ કાઢી લઇ ફરીયાદી પાકીટ પાછુ લેવા જતા ફરીયાદીને અંગુઠામા તેમજ ડાબા પગમા સાથળમા છરીનો ઘા મારી પાકીટ માથી બાર થી તેર હજાર રોકડા રૂપીયા કાઢી લઇ પાકીટનો ઘા કરી ફરીયાદીના મોબાઇલ તથા એકસેસ મોટરસાયકલમા નુકસાન કરી નાશી ગયા હતા. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કિશોરભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૪,૩૯૪ ,૪૨૭,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૨)(૫-A),૩(૨)(૫) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર