એલસીબી પર હુમલો કરનાર અને મોરબી એ ડિવિઝન , બી ડિવિઝન તેમજ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ૧૫ જેટલા ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પોલીસ એ પકડી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન , બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન માં પ્રોહિબીસન , ખંડણી, મારામારી તેમજ ધાકધમકી જેવા ૧૫ જેટલા ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓ (૧) નવઘણ મોહનભાઈ બાંભવા, (૨) મચ્છાભાઇ ઉર્ફે લાલો પરબતભાઇ વરૂ ટંકારા પાસે આવેલ જય દ્વારકાધીશ હોટલ માં હોઈ એવી બાતમી મળી હોય ત્યારે એલસીબી દ્વારા બાતમીના આધારે ત્યાં રેઇડ કરવામાં આવી હતી.
પરંતુ પોલીસની ટીમ ત્યાં આરોપીઓની અટકાયત કરવા પહોંચી ત્યારે આરોપીઓ દ્વારા તેમની સાથે બોલાચાલી કરી ધક્કામુક્કી કરવામાં આવી હતી. બાદ નવઘણભાઈ બાંભવાએ પોલીસ જવાન પર લાકડી વડે માથાના ભાગે ડાબી બાજું હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોટલ ખાતે પણ બંને આરોપીઓ દ્વારા પોલીસ સાથે હાથાપાઈ કરી હોય ત્યારે પોલીસ દ્વારા આ બંને આરોપીઓને હોટલ ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે ઉપરાંત બંને વિરુદ્ધ ipc કલમ 186, 332, 504, 506(2) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી નગરપાલિકા દ્વારા મનોરંજન કર ગ્રાન્ટમાંથી મહાજન ચોક- ચિત્રકૂટ ટૉકીઝ- અમૂલ પાર્લર- સુપર ટોકીઝ સુધી નવો સી. સી. રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેથી આ સમગ્ર માર્ગ પરના વાહનવ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવું જરૂરી જણાય છે.
તેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી, મોરબી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧...