પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે ફ્રિ નેત્ર નિદાન કેમ્પ યોજાયો
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી 8 ની 150 જેટલી વિદ્યાર્થીનીઓની આધુનિક મશીન દ્વારા નેત્રનું નિદાન કરાયું.
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીનીઓની સુખાકારી માટે જુદી જુદી આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમ કે બાલવાટીકાથી ધો.8 ની વિદ્યાર્થીનીઓ નું બ્લડગૃપિંગ કરવું વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબીન ચેક કરવું વગેરે કેમ્પ કરવામાં આવેલ એવી જ રીતે હાલમાં નાના બાળકોમાં આંખોના નંબરનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જતું હોય એ બાબતને ધ્યાનમાં રાખી મોરબીની ડો.સાપોવડીયાની નેત્રદિપ આઈ હોસ્પિટલના ડોકટર્સ દ્વારા ધો.6 થી 8 ની 150 જેટલી વિદ્યાર્થીનીઓની આધુનિક મશીનથી આંખોની ફ્રી તપાસણી કરવામાં આવી હતી.કેમ્પમાં શાળાના તમામ શિક્ષકગણ અને એસએમસીના સભ્યોની પણ આંખોની તપાસણી કરવામાં આવી હતી. નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.