Wednesday, September 25, 2024

PMKISAN યોજના હેઠળ eKYC માટેની સમયમર્યાદા ૩૧મી જુલાઇ સુધી લંબાવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી PMKISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડુત પરિવારોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો અબાધિત રીતે મળતો રહે તેવા ઉમદા હેતુથી ખેડુતોના વિશાળ હિતને ધ્યાને રાખી eKYC માટેની સમયમર્યાદા તારીખ ૩૧-૦૭-૨૦૨૨ સુધી લંબાવામાં આવી છે. તમામ નોંધાયેલ ખેડુતોને PMKISAN (https://pmkisan.gov.in/) પોર્ટલ પર Farmers Corner માં eKYC વિકલ્પ પસંદ કરી પોતાની આધાર સંલગ્ન OTP ખરાઇ વહેલી તકે પુર્ણ કરવા જણાવાયું છે.

બાયોમેટ્રીક ખરાઇ માટે નજીકના સીએસસી કેન્દ્રનો સંપર્ક કરવો. વધુ જાણકારી માટે PM-Kisan Helpline No. 155261/011-24300606 અથવા પોતાના ગ્રામસેવક, તલાટી, ખેડૂતમિત્ર કે વીસીઇ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર