મોરબી ખાતે પીએમ જનમન યોજના અન્વયે વર્ચ્યુઅલ માધયમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, માનનીય પ્રધાનમંત્રી દ્વારા ૧૫મી નવેમ્બર, ૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લામાં મામલતદાર કચેરી મોરબી(શહેર) એન.સી.સી. કમ્પાઉન્ડ, વેજીટેબલ રોડ, મોરબી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોએ પ્રધાનમંત્રીનું લાઈવ સંબોધન નિહાળ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ હંસાબેન પારેઘીએ આદિમજુથ સમુદાયોના સર્વાગી વિકાસ માટે “પ્રઘાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) અંતર્ગત આદિમજુથ સમુદાયને વિવિધ યોજનાઓ હેઠળ સાંકળી લેવા સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિમજુથ સમુદાયના વિકાસ માટે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવેલ કામગીરીનું વિસ્તૃત વર્ણન પણ તેમણે કર્યુ હતું. ઉપરાંત તેમણે ઉપસ્થિત આદિમજુથના લોકોને આરોગ્ય ચકાસણી કેમ્પો, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, PM કિસાન સમ્માન નિઘિ, કિસાન ક્રેડીટ કાર્ડ, PM જનઘન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલવા, PM માતૃવંદના યોજના તેમજ અનુસુચિત જનજાતિ પ્રમાણ૫ત્ર તથા આદીમજુથના કુટુંબોને રેશનકાર્ડ વગેરે યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં અંતર્ગત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જાતી પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના સહિતની યોજનાના લાભાર્થીઓએ આ યોજનાઓથી તેમને થયેલ લાભ અને તેના કારણે તેમની જિંદગીમાં આવેલ હકારાત્મક પરિવર્તનની વાત લાગણીસભર શૈલીમાં રજૂ કરી હતી.
આ તકે PMJAY કાર્ડ, જાતી પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના સહિતની યોજનાના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓનું સીકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી એસ.આર.વર્માએ સ્વાગત પ્રવચન અને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે આદિમજુથના લાભાર્થીઓ સાથે વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૫૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૦૭ પક્ષી, ૩૫ કુતરા, ૧૧ ગાય, ૦૪ બિલાડીની સારવાર કરવામાં આવી...
મોરબી: મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજય દલસાણીયાને શિક્ષણ ક્ષેત્રે વિવિધતાસભર કામગીરી, સતત પ્રયોગશી, કરેલ 1000 જેટલી પ્રવૃત્તિઓની નોંધ લેતા.
તા.18/ 01 /25 ના રોજ ઈંદોર ખાતે વિશ્વ બ્રહ્મ સમાજ સંઘ થકી 'રાષ્ટ્રીય અટલ ગૌરવ સન્માન'થી સન્માનિત કરાશે અગાઉ પણ વિજયભાઈને અનેક સન્માનો અને એવોર્ડ પ્રાપ્ત થયા છે.