PMAJAY.. યોજના સહારે આયુષ હોસ્પિટલ જુગ જુગ જીવો…?
PJMJAY યોજના ખેડૂત પાક વીમા જેવી જ દર્દી બીમાર હોઈ કે ના હોઈ વીમો પાકો…
આયુષ હોસ્પિટલ કાંડ પછી પ્રધાનમંત્રી (PMJAY) યોજના ખેડૂતોના પાક વીમા યોજનાની સગી બહેન નીકળી ?
સમગ્ર મામલો: આજે મીડિયા દ્વારા આયુષ હોસ્પિટલે PMJAY યોજના માં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા અંગેના અહેવાલ પ્રસારિત કરવા આયુષ હોસ્પિટલ ના કમ્પાઉન્ડ બહાર લાઈવ પ્રસારણ ચાલુ હતું તે દરમ્યાન આયુષ હોસ્પિટલ ના ભાડૂતી માણશો દ્વારા ગાળાગાળી કરી ને gstv ના રિપોર્ટર સાથે મારામારી કરવામાં આવી.
ખ્યાતિ કાંડ થતાં સમગ્ર મેડિકલ સેવા જગત ને શર્મસાર કરી દીધું જેમા નિર્દોષ લોકોના ખોટા ઓપરેશન કરી નાખી જેમાં ૨ લોકોનો જીવ ગયા, આયુષ હોસ્પિટલે ૨૦ મહિનામાં દર ૪૦ મિનિટે એક ઓપરેશન કરી PMJAY માં ૩૮ કરોડના બિલ મૂક્યા જેમાં ૩૪ કરોડ તો ગટગટાવી પણ ગયા જે શંકા ઉપજાવે તેવું છે.
પ્રધાનમંત્રી અમૃતમ “માં” યોજના ૨૦૧૨ માં ચાલુ કરવામાં આવી જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને માં કાર્ડ યોજના હેઠળ મફત સારવાર આપવામાં આવતી જેનો ચાર્જ સરકાર સીધે સીધો જ હોસ્પીટલ ને આપતી જેની દેખરેખ સરકારી ડોક્ટરો દ્વારા થતી પરંતુ વર્ષ ૨૦૧૮ માં આ યોજના બદલી ને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY) અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષાયોજના(NHPS)
નામ અપવમાં આવ્યું જેમાં વચેટિયા માટે ભ્રષ્ટાચાર ની મોટી બારી મૂકવામાં આવી. જેમાં દર્દી નો સારવાર નો ક્લેમ સરકાર નહિ બજાજ કંપની ને કરવામાં આવે છે બજાજ કંપની દ્વારા હોસ્પીટલ ને પેમેન્ટ ચૂકવાય છે તો શું બજાજ કંપની ગરીબો ની સેવા કરે છે….?
સરકાર બજાજ ને પેમેન્ટ અને બજાજ હોસ્પિટલ ને..? સરકાર સીધું પેમેન્ટ હોસ્પિટલ ને કેમ નથી આપતી…? બજાજ ના કર્મચારી નક્કી કરે કે સારવાર બરોબર છે તો શું સરકાર ને સરકારી ડોક્ટર કે તંત્ર ઉપર ભરોસો નથી…?બજાજ કંપની ને વચ્ચે રાખવાં થી સરકાર ને ફાયદો કે ભ્રષ્ટાચારી ને…?સ્થાનિક આરોગ્ય અધિકારી કે કલેક્ટર ને માહિતી જ કેમ નહિ તો આ લેવડ દેવળ માં દેખરેખ કોની,,,? આવા અનેક સવાલ બહુ મોટા ભ્રષ્ટાચાર ના ભણકારા વગાડે છે.
જે રીતે ખેડૂતોના પાક વીમાના માં ખાનગી કંપની લાવી દીધી એવી રીતે આરોગ્ય માં પણ ખાનગી કંપની લાવી સરકાર શું કરવા માંગે છે?
મોરબીની આયુષ હોસ્પિટલ ના PMJAY યોજના બાબતે મોરબી કલેક્ટર દ્વારા ગાંધીનગર થી ટીમ બોલાવી નિષ્પક્ષ તપાસ કરી કોઈ ગેરરીતિ જણાશે તો ગરીબો ના પૈસા ખાનાર ઉપર આકરા પગલાં લેવામાં આવશે જેવું જણાવ્યું જેમાં કોઈ નું પણ પ્રેશર ચલાવી લેવામાં આવશે નહિ, જેમાં કલેકટરે કંઈ થયું હોવાની ભીતિ દેખાડી અગાઉ થી પ્રેશર અંગે ની વાત કુતુહલ પમાડે તેવી છે. આયુષ હોસ્પિટલ માં ક્લેમ થયેલા પૈસા અને દર્દીઓ ની યાદી જ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે નહિ તો તપાસ કેવી રીતે થશે એ પણ મોટો પ્રશ્ન છે.
અમુક પ્રમાણિક ડોક્ટરો સાથે ચક્રવાત દ્વારા વાત કરતા જણાવ્યું છે કે તેવો આ યોજનામાંથી કેમ જુદા થઈ ગયા કેમ કે તેવો નું પેમેન્ટ સમયસર મળતું નથી,પરંતુ અમુક હોસ્પિટલ ના પેમેન્ટ તત્કાલીન થઈ જાય છે અને કંપની સાથે મીલીભગત થી કામ કરે તેઓ જ લાંબુ ટકી સકે એવો કોર્પોરેટ વ્યવસાય છે.
આયુષ હોસ્પિટલ પાસે ચક્રવાત દ્વારા અત્યાર સુધી ના લાભાર્થી દર્દીની યાદી અને હાલ પેંડિંગ યાદી માંગવી છે. તથા હોસ્પિટલ માં સારવાર કરાવેલ લોકો પણ સંર્પક કરી રહ્યા છે જેની ટૂક સમય માં સ્ટોરી આવશે.