બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી પર આજે મોટો નિર્ણય લેવામાં આવશે, જેમને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવ ડોકટરોની ટીમ આજે સારવારના આગળના તબક્કે નિર્ણય લેશે, જે દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનો પરિવાર પણ હાજર રહેશે. હાલ દાદાની હાલત સ્થિર છે. ગાંગુલીની હાલત જોઇને આજે ડોકટરો કદાચ બીજી એન્જીયોપ્લાસ્ટી પર વિચાર કરશે.ગાંગુલીને શનિવારે કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં છાતીમાં દુખાવો થતાં, તેના હૃદયની ત્રણ ધમનીમાં અવરોધ જોવા મળ્યો હતો, ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે તેમની સ્થિતિ સામાન્ય હતી.
વડા પ્રધાન મોદીએ ગાંગુલી સાથે વાત કરી
રવિવારે પીએમ મોદીએ 48 વર્ષીય સૌરવ ગાંગુલી સાથે વાત કરી, તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી અને ટૂંક સમયમાં જ તેમને જલ્દી સારું થઈ જાય તેવી શુભકામનાઓ પાઠવી. સૂત્રો અનુસાર વડા પ્રધાન મોદીએ સૌરવની પત્ની ડોના ગાંગુલી સાથે પણ વાત કરી હતી, તે પહેલાં બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાતે જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ‘દાદા’ વિશે જાણવા તેમના પરિવારજનોને પણ મળ્યા હતા.