વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય બાંગ્લાદેશ પ્રવાસ પર પહોંચ્યા છે. કોરોના કાળની શરૂઆત થઈ ત્યારબાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે. વડા પ્રધાન શેખ હસીના ઢાકા એરપોર્ટ પર તેમના સ્વાગત સમારોહમાં હાજર રહ્યા હતા. ટૂંક સમયમાં તે રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમન બપોરે 3: 15 વાગ્યે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. બાદમાં, તેઓ બપોરે 3:45 વાગ્યે રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ તેઓ સાંજે 7: 45 વાગ્યે બાપુ બંગબંધુ ડિજિટલ વિડિઓ પ્રદર્શનનું ઉદઘાટન કરશે. મુલાકાત પહેલા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન શેખ હસીનાના આમંત્રણ પર 26-27 માર્ચ 2021 ના રોજ બાંગ્લાદેશની મુલાકાતે જશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ખુશ છે કે તેઓ કોવિડ -19 રોગચાળા બાદ તેની પ્રથમ વિદેશી યાત્રા પર કોઈ પાડોશી દેશ જઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે તેઓ શુક્રવારે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણી અને બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી નિમિત્તે આયોજિત ઉજવણીઓમાં ભાગ લેશે. તેમણે બાંગ્લાદેશની આર્થિક પ્રગતિ અંગે શેઠ હસીનાના નેતૃત્વની પ્રશંસા કરી. આ સાથે જ ભારત વતી બાંગ્લાદેશને સંપૂર્ણ સહયોગ આપવાની પણ વાત કરવામાં આવી રહી છે બંને વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટમાં લશ્કરી સહયોગ વિશે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અને ઉર્જા સહયોગ માટેની કેટલીક દરખાસ્તો પર પણ હસ્તાક્ષર થવાની સંભાવના છે.
તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી શનિવારે જશોરેશ્વરી કાલી મંદિર અને ઓરકંડીની પણ મુલાકાત લેવાના છે. જશોરેશ્વરી કાલી મંદિરના પૂજારી દિલીપ મુખર્જીએ કહ્યું હતું કે,” અમે આ ઐતિહાસિક મંદિરમાં તેમનું સ્વાગત કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અમને આશા છે કે તે ભારત અને બાંગ્લાદેશના લાખો લોકો માટે પ્રાર્થના કરશે. પ્રાચીન હિન્દુ મંદિર જશોરેશ્વરી કાલી મંદિર હિન્દુ સમાજમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. તે 51 શક્તિપીઠોમાંથી એક છે.”