પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય પેટ્રોલિયમ પરિવહન મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથેની બેઠકને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સંયુક્ત પણે કરવામાં આવ્યું છે. આ વર્ષના કાર્યક્રમની થીમ વધુ સારા પર્યાવરણ માટે જૈવિક બળતણને પ્રોત્સાહન આપવાની છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વર્ષ 2020-2025 માટેના રોડમેપ અંગે નિષ્ણાત સમિતિનો અહેવાલ’ પ્રસિદ્ધ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી પુણેમાં ત્રણ સ્થળોએ E100 ના વિતરણ મથકોનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરશે.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે ભારત સરકાર ઇ-20 નોટિફિકેશન જારી કરી રહી છે, જેમાં ઓઇલ કંપનીઓને 1 એપ્રિલ, 2023થી 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પ્રયાસોથી દેશભરમાં મિશ્ર બળતણ પ્રદાન કરવા માટે સમયમર્યાદા પ્રદાન કરવામાં આવશે. તે ૨૦૨૫ પહેલા ઇથેનોલ ઉત્પાદક રાજ્યો અને આસપાસના વિસ્તારોમાં ઇથેનોલનો વપરાશ વધારવામાં પણ મદદ કરશે.