પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી મોરબીના વેપારી પાસેથી રૂ.1.8 કરોડ પડાવ્યા
મોરબીમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની ચુક્યા છે તેમ છતા વેપારીઓ આવી લોભામણી લાલચમાં ફસાઇ લાખો રૂપિયા ગુમાવતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા વેપારી યુવકને આરોપીઓએ પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી લોભામણી લાલચ આપી યુવકને જુદા – જુદા બેન્ક એકાઉન્ટમાં રોકાણ કરી યુવક પાસેથી રૂ. ૧,૦૮,૭૮,૪૫૮ પડાવી છેતરપિંડી કરી હોવાની અલગ અલગ મોબાઈલ અને બેન્ક એકાઉન્ટ ૨૦ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી અવની ચોકડી જય અંબે અંબેનગર સોસાયટી મારૂતિ એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૦૧મા રહેતા દિવ્યેશભાઈ ભરતભાઈ સવસાણી (ઉ.વ.૨૫) એ આરોપી મોબાઇલ ધારક તથા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપોઓએ ફરીયાદિને પ્લાસ્ટીકના દાણાનો કોન્ટ્રાકટ આપવાનું જણાવી ફરીયાદિને લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદિને જુદા જુદા ફોર્મ ઇ-મેલથી મોકલી જેની અવેજીમાં રૂપીયા ભરવાનું જણાવી ફરીયાદિએ અલગ અલગ તારીખે આરોપીઓના જુદા જુદા બેંક એકાઉન્ટમાં રૂ,૧,૦૮, ૭૮,૪૫૮/- નું રોકાણ કરેલ હોય જે આરોપીઓએ ફરીયાદીને આજદિન સુધી કોન્ટ્રાકટ નહી આપી તેમજ આરોપીઓએ ફરીયાદીએ રોકાણ કરેલ રૂપીયા પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.