Friday, December 27, 2024

પ્લાસ્ટિક પર પ્રતિબંધ છતાં મોરબીની બજારમાં બેફામ વેચાણ: મોરબી નગરપાલિકા નિંદ્રાધીન અવસ્થામાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બેફામ વેચાતા સિંગલ યુઝ પ્લસટી પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લે આમ વેચાણ કેમ ??

મોરબી: ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્લાસ્ટી વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ એક્ટ મુજબ પહેલી જુલાઈ ૨૦૨૨ થી સિંગલ યુઝ (એકલ પ્લાસ્ટિક) ની પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે તેમ છતાં મોરબીની બજારમાં પ્લાસ્ટીકનુ જોરશોરથી વેચાણ થય રહ્યુ છે પ્લાસ્ટિકનો નાશ થતો ન હોઈ તે પર્યાવરણ અને માનવજાત માટે ખતરનાક છે તેમ છતા કેમ નગરપાલિકા પ્લાસ્ટિક પર વેચાનારાઓ પર તવાઈ હાથ ધરતી નથી શું વેપારીઓ પાસેથી નગરપાલિકાને કાઈ મળિ જતુ હશે. ?

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ એક્ટ મુજબ પહેલી જુલાઈ ૨૦૨૨થી સિંગલ યુઝ(એકલ ઉપયોગ)ની પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, આયાત, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને સરકારે પ્લાસ્ટિકમુક્ત ભારતની દિશામાં મહત્ત્વનું કદમ લીધું હતું. જેમ કે ચાળીસ માઈક્રોન કે તેથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની વસ્તુ એક વાર વપરાઈને ફેંકી દેવાતી હોઈ તેને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. આઈસ્ક્રીમ સ્ટીક, શાકભાજીની થેલી, કેન્ડી સ્ટીક, પ્લાસ્ટિકના ધ્વજ, ચાના પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, પાણીની બોટલ, સ્ટ્રો, પાણીપૂરી અને ચાટની પ્લાસ્ટિકની પ્લેટ, પ્લાસ્ટિકનાં ચમચા-ચમચી, સિગારેટના પેકેટ, મીઠાઈના ડબ્બાના રેપર, ફુગ્ગાની સ્ટીક, પ્લાસ્ટિકના ઢાંકણાં અને પાતળા પ્લાસ્ટિકની બનેલી આવી બીજી ચીજો હવે પ્રતિબંધિત છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોઈ તે પર્યાવરણ અને માનવજાત માટે ખતરનાક છે. એટલે આરંભે સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પર પ્રતિબંધિત કર્યો છે.

ત્યારે મોરબીની બજારોમાં પ્લાસ્ટિકનુ વેચાણ મનફાવે તેમ ચાલી રહ્યું છે તેમ છતા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓ પર કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી. પ્લાસ્ટિકના વેચાણથી માનવજાત અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે પ્લાસ્ટિકની થેલીઓ કે કપ, મવાના કાગળ, સ્ટ્રો વગેરે જેવી વસ્તુઓ વેચાતી હોવાથી લોકો લઈને પછી તેને બજારમાં ફેકી દે છે જે ફેંકી દીધેલ ખાલી થેલી કે કપ કે અન્ય વસ્તુ જ્યારે પાણીની ગટરમાં ફાસાય જાય છે ત્યારે રોડ પર ગટરના પાણી ફળી વળે છે જેના કારણે પબ્લીકને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારબાદ પ્લાસ્ટિક મનફાવે ત્યાં લોકો દ્વારા ફેંકી દેવામાં આવતું હોવાથી રસ્તા પર રખડતુ પશુધન પણ તેને ખાય છે કોઈ વખત શાકભાજીનો વધેલ કચરો કે બીજી કોઈ ખાદ્ય પદાર્થ પ્લાસ્ટિકમા પેક કરી નાખી દેવામાં આવે છે જે પશુધન ખાય છે અને બીમાર પડે છે તેમા કેટલીક ગાયોના મોત પણ થાય છે. તેમ છતાં મોરબીમાં પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં મોરબીમાં પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે તેમ છતા તંત્ર દ્વારા કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી રહી આ બધું કોના રહેમ હેઠળ ચાલી રહ્યું છે કેમ નગરપાલિકા કોઈ પગલા નથી લેતી પ્લાસ્ટિકમા પેક કરેલ વસ્તુઓથી લોકોને કેન્સર પણ થઈ રહ્યા છે તેમ છતા મોરબીમાં વેપારીઓ બેફામ પ્લાસ્ટિકનું વેચાણ કરી રહ્યા છે અને વેસ્ટ કચરો બજારમાં ઠાલવી રહ્યા છે શું તંત્રને આ બધું નહી દેખાતું હોય કે પછી નગરપાલિકાન જે તે વિભાગને વેપારીઓ પાસેથી આ પ્લાસ્ટિક વેચાણના બદલામાં કઈક મળી રહેતું હશે ત્યારે જોવુ રહ્યુ આવનાર દિવસોમાં તંત્ર દ્વારા પ્લાસ્ટિક વેચાણ કરનાર આને વપરાશકારો પર કોઈ પગલાં લેવામાં આવે છે કે નહી કે પછી આ જ રીતે વેચાણ ચાલુ રહશે. આ પ્રતિબંધ હોવા છતાં ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે તે શું નગરપાલિકાને ખબર નથી કે ઉપરથી મલાઈ મળી જાય છે તેના કારણે આંખ આડા હાથ કરે છે તે પણ એક સવાલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર