પીપળીયા ચાર રસ્તા નજીકથી ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે બે ઝડપાયાં
માળીયા (મિં) ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-૨૫૦૦ કી.રૂ.૧,૭૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૭૨,૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી એલસીબી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી પોલીસ સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, પીપળીયા ચોકડીથી આગળ રાધેક્રિષ્ના હોટલ પાછળ આવેલ પોતાના ડેલામાં આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળા ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેંકરમાં ભરી બહારથી આવતી ટ્રકોમાં ભરી આપે છે. અને હાલે આ પ્રવૃતિ ચાલુ છે જે બાતમીના આધારે પીપળીયા ચોકડીથી માળીયા (મિં) તરફ જતા રસ્તે આવેલ તેના ડેલામાં રેઇડ કરતા બીલ આધારપુરાવા વગરના કુલ કી.રૂ. ૭૨, ૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમો મળી આવતા બી.એન.એસ. એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી માળીયા(મિં) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.