પીપળીયા ચાર રસ્તા નજીક સત્ય સાંઈ સ્કૂલમાં ભણાવતી વખતે તબીયતા લથડતા શિક્ષકનું મોત
મોરબી: મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા સત્ય સાંઈ સ્કૂલમાં ભણાવતી વખતે અચાનક તબીયત લથડતા આધેડ વયના શિક્ષકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ છગનભાઇ મોતીભાઇ દાવા ઉ.વ.૫૬ રહે. સતનામનગર પંચાસર રોડ તા. જી. મોરબી વાળા પીપળીયા ચાર રસ્તા સત્યસાંઇ સ્કૂલમાં ભણાવતી વખતે અચાનક તબિયત ખરાબ થતા પ્રાથમિક સારવાર નજીકના દવાખાને લઈ વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.