પીપળી રોડ પર વધુ એક અકસ્માત: ડમ્પર હડફેટે બાઈક ચાલકનુ મોત
મોરબી નો પીપળી રોડ સતત ટ્રાફિક થી ધમધમ તો રોડ છે જેમાં અવારનવાર અકસ્માતોમાં લોકોનો ભોગ લેવતો હોય છે ત્યારે આજે વધુ એક વ્યક્તિનો અકસ્માતમાં જીવ ગયો છે.
ખાસ કરીને પીપળી જેતપુર રોડ પર ડમ્પર ચાલકો જે રીતે નંબર પ્લેટ વિના અને અવરલોડ ભરેલા અને માતેલા સાંઢની જેમ વાહનો ચલાવે છે તેને કોઈ કાયદાનો જાણે ડર ન હોય તે પ્રકારે વાહનો અહંકારી અને નાના વાહન ચાલકોને હડફેટે લેતા હોય છે ત્યારે આજે સવારે આ જ પ્રકારે એક ડમ્પર ચાલકે બાઈક ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું .
આરટીઓ કે પોલીસ તંત્ર ભરનિદ્રામાં હોઈ જેનાથી દરરોજ અને દરરોજ આ પ્રકારે અકસ્માતોમાં લોકોના ભોગ લેવાઈ રહ્યા છે ત્યારે લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ રહી છે હવે નિર્ભર તંત્રમાંથી ક્યારે જાગે છે તે જોવું રહ્યું