Thursday, January 9, 2025

112 પીડિતો તરફથી કરાયેલી પિટિશનમાં સુપ્રીમકોર્ટનો મોટો હુકમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી દુર્ઘટનાના પીડિતોને કલમ-૩૨ હેઠળ અરજી કરવા બંધારણની લીલીઝંડી

મોરબી ઝુલતા પુલ કેસની તપાસ CBIને સોંપવા અને કલમ-૩૦૨ પરીક્ષા ઉમેરવાની માંગણી સાથે પીડિતોની અરજીમાં સુપ્રીમકોર્ટનો આદેશ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોપ લોકોના મોતના ચકચારભર્યા કેસમાં સીબીઆઈ તપાસ કરાવવા અને સમગ્ર કેસમાં આરોપીઓ સામે કલમ-૩૦૨ લાગુ પાડવા દાદ માંગતી કેસના પીડિતો દ્વારા આખરે સુપ્રીમકોર્ટમાં સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે પીડિતોની દાદ ગ્રાહ્ય નહોતી રાખી તે હુકમને પડકારવામાં આવ્યો હતો.

આ એસએલપીની સુનાવણીમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બીંદલની ખંડપીઠે અરજદાર પીડિતોને બંધારણની કલમ- ૩૨ હેઠળ નવેસરથી અરજી ફાઇલ કરવા મંજૂરી આપી હતી અને આ અરજીની સુનાવણી સ્વતંત્ર રીતે તેના ગુણદોષના આધારે નિર્ણિત કરવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસના હુકમથી નારાજ થઈ ૧૧૨ જેટલા પીડિતો સુપ્રીમકોર્ટ પહોંચ્યા હતા.

સુપ્રીમકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ અરજીની સુનાવણી વખતે હાઈકોર્ટના અગાઉના ચુકાદાનો કોઈ બાધ કે પ્રભાવ રહેશે નહી. અરજદાર ટ્રેજેડી વીક્ટીમ એસોસીએશન, મોરબી તરફથી સુપ્રીમકોર્ટમાં કરાયેલી સ્પેશ્યલ લિવ પિટિશનમાં સિનિયર એડવોકેટ શદાન ફરાસરત અને એડવોકેટ ઉત્કર્ષ દવે સહિતના વકીલોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સીબીઆઈને તપાસ સોંપવા અને કલમ-૩૦૨નો ઉમેરો કરવા દાદ માંગતી સંબંધિત પીડિત દ્વારા કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે, તે હુકમ અયોગ્ય અને ગેરકાયદે છે. કારણ કે, પ્રસ્તુત કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ગંભીર ખામી અને ચૂક દાખવાઈ છે. એટલું જ નહી, સીટની તપાસના રિપોર્ટમાં ખુદ નગરપાલિકા અને ઓરેવા કંપનીની જવાબદારી ઠરાવાઇ હોવાછતાં આ કેસ માં નગરપાલિકાના કોઈપણ અધિકારીને આરોપી તરીકે જોડવામાં આવ્યા નથી.

સૌથી મહત્ત્વનું કે, આ કેસમાં ઝુલતા પુલ સંબંધી તમામ પ્રોસીડીંગ્સમાં મોરબી કલેકટરનું નિવેદન સુધ્ધાં લેવામાં આવ્યું નથી કે જેઓ પુલ બારોબાર ખુલ્લો મૂકી દેવાના ગુનાહિત કૃત્યમાં એટલા જ જવાબદાર ઠરે છે., તેમછતાં તપાસના કામે તેમનું નિવેદન પણ લેવાયું નથી. આ કેસમાં ૩૭૦ થી વધુ સાક્ષીઓ છે. જેમાં તપાસનીશ એજન્સીએ મૃતકોના પરિવારના એકથી વધુ સભ્યો, પાડોશીઓ કે સગાવ્હાલાને સાક્ષી તરીકે ઉમેર્યા છે અને જાણીબુઝીને ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબ થાય અને આરોપીઓને મદદ મળી રહે તેવા આશયથી આ બધુ કરવામાં આવ્યું છે.

બીજું કે, તપાસનીશ અધિકારીએ વારંવાર જિલ્લા કલેકટર પાસેથી સંબંધિદ દસ્તાવેજોની માંગણી કરી હતી પરંતુ કલેકટરને સત્તાના મદમાં તે પૂરા પાડયા નથી, તે બહુ ગંભીર બાબત કહી શકાય. બીજી નોંધનીય વાત એ છે કે, ઝુલતા પુલ ખાતેની એ વખતે ટિકિટો બ્લેકમાર્કેટીંગ થતી હતી, તેથી ૪૬૭ અને ૪૬૮ લાગે ..પરંતુ આ ફૂલમો લાગુ પાડવામાં આવી નથી. ઓરવો કંપનીના સીએમડી આરોપી જયસુખ પટેલને જાણકારી-જ્ઞાન હતુ કે, જર્જરિત હાલતમાં પુલ છે, તે તૂટી પડવાથી કે તેની ઉપર આંટલી ઊંચાઈએથી પડવાથી નિર્દોષ લોકોના જાન-માલ ની નુકશાની થઈ શકે છે. તેમછતાં બારોબાર કોઈપણ મંજૂરી કે ફીઝીબિલીટી રિપોર્ટ વિના પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો. આ સંજોગોમાં કલમ- ૩૦૨ લાગુ પડે જ. જો સીબીઆઈને તપાસ સોંપાય તો નવા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા છે. સમગ્ર કેસમાં કલેકટર સહિત મોટા રાજકીય માથાઓના નામો બહાર આવે તેવી પણ શક્યતા છે. આ જગમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપાવી જોઈએ અને આરોપીઓ વિરૂધ્ધ આ કેસમાં કલમ- ૩૦૨ લાગુ પાડવી જોઈએ. અરજદાર પીડિતોની રજૂઆત ધ્યાનમાં લીધા બાદ સુપ્રીમકોર્ટે ઉપર મુજબ મહત્ત્વનો હુકમ જારી કર્યો હતો.

આગામી દિવસો માં આ કેસમાં નગરપાલિકા ના સદસ્યો અને પુલ બાબત ના ઠરાવ ની ભૂમિકા અંગે પણ કઈક નવા જૂની થવાના એંધાણ ના ભણકારા વાગી રહ્યા છે તથા ગ્રાઉન્ડ લેવલ માં પીડિત એસોસિયેશન ના વકીલ તરીકે દિલીપ અગેચણીયા રોકાયેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર