PhysioZenith 2025: મોરબીની શ્રી આર્યતેજ ઇન્સ્ટિ. ઑફ ફિઝિયોથેરાપીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ગાંધીનગર સ્થિત સી.એમ. પટેલ કોલેજ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા 5 થી 7 માર્ચ 2025 દરમિયાન ‘PhysioZenith 2025’ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી મોરબીના પ્રાધ્યાપકો અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કોન્ફરન્સ દરમિયાન Dr. રાહુલ છતલાણી અને Dr. પ્રતિક દેસાઈએ સિનિયર કેટેગરીમાં તેમના સંશોધન પ્રસ્તુત કર્યા હતા. તેમજ Dr. રાહુલ છતલાણીને Physioreel સ્પર્ધા માટે જજ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે બાબતે સંસ્થા માટે ગૌરવ લેવા જેવું છે. તેમજ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો માટે આ કોન્ફરન્સ ખૂબ જ શૈક્ષણિક અને ઉન્નત અનુભવ પૂરવાર થયો હતો. જ્યાં તેઓએ નવું જ્ઞાન મેળવ્યું અને ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં નવીન સંશોધનો સાથે પરિચિત બનવાની તક મળી હતી.
આવા શૈક્ષણિક અને સંશોધન પર આધારિત કાર્યક્રમોમાં સંસ્થાનના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓનો સક્રિય ભાગ રહે તેવા હેતુ સાથે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી મોરબી પ્રેરણાત્મક કાર્ય કરે છે.