મોરબીમાં યુવકને ફોન પર બે મહિલા સહિત ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: મોરબીમાં યુવકને અવાર નવાર ફોન કરી ફોન પર ગાળો આપી બે મહિલા સહિત ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના જૂના ઘુંટુ રોડ સીલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા (ઉ.વ.૩૬) એ આરોપી મનીષાબેન મનુભાઈ ચાવડા રહે. પીપળી તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર તથા અનિતાબેન વાલજીભાઈ પરમાર અને વાલજીભાઈ પરમાર રહે. બન્ને ગામ સાપકડા તા. હળવદવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૦૨-૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી મનીષાબેને પોતાના મોબાઈલ નંબર પરથી ૨૪-૦૨-૨૦૨૪ ના રોજ બિભત્સ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપેલ હોય તેમજ આરોપી અનિતાબેન અને વાલજીભાઈએ અવારનવાર ફોન કરી ધમકી આપી હતી જેથી ભોગ બનનાર બીપીનભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૭,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.