Sunday, September 22, 2024

PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્ધિના બાળકોને સ્કૂલબસ અર્પણ કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકોના ડે કેર સેન્ટર અન્વયે હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકો માટે બસ સેવાનો પ્રાંભ કરવામાં આવ્યો જે પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષતરીકે ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરા કેન્દ્રિય મંત્રી મહિલા અને બાળવિકાસ તેમજ હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા તેમજ મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, એસ. આર. રાંકજા (કાર્યપાલક ઈજનેર વાંકાનેર) એમ.એમ ચૌધરી (નાયબ ઈજનેર હળવદ PGVCL) એ.ડી ભુવા (PGVCL હળવદ શહેર ઉપસ્થિત રહ્યા હતા. અને બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો, નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદને શાળા માટે બસનું અનુદાન PGVCL રાજકોટના CSR ફંડ માંથી માતબર દાન આપી બસસેવાનો પ્રાંરભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા દ્વારા સંસ્થાની જેટલી પણ માંગળીઓ અને પડતર પ્રશ્નો છે તે પૂર્ણ કરી આપવા માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર વતી ખાત્રી આપવામાં આવી હતી તદઉપરાંત તેમની ગ્રાંટમાથી દિવ્યાંગજનોના કલ્યાણ માટે જે પણ ગ્રાંટની જરૂરિયાત હશે તે આપવા માટે ખાત્રી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત હળવદ ધ્રાંગધ્રાના લોકલાડીલા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા સંસ્થાની પ્રશનીય કામગીરી માટે અભિનંદન આપેલ મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં વિશિસ્ટ કામગીરી કરતી આ સંસ્થાને તમામ પ્રકારે મદદરૂપ કરવા ખાત્રી આપવામાં આવી હતી ,આ પ્રસંગે તપનભાઈ દવે દ્વારા આ સંસ્થા ગરીબોના આધારસમી બની દિવ્યાંગ કલ્યાણ રથને આગળ ધપાવતી રહે અને મંદબુધ્ધિ બાળકો દેવ સ્વરૂપ છે તેવું કહી સંસ્થાને સન્માનીત કરી હતી, સંસ્થાના માનદ મંત્રી દ્વારા સૌ કોઈને આવકારી સંસ્થાનો 23 વર્ષનો ઇતિહાસ ટૂકમાં વર્ણવ્યો હતા આગામી સમયમાં હળવદમાં દિવ્યાંગજનો માટે રમત ગમત સ્ટેડિયમ ઊભું કરવા માટે પ્રયત્નશીલ છે જેમાં રાજય અને કેન્દ્ર સરકાર સહયોગી બની અને અને દિવ્યાંગજનોના કલ્યાણકારી કાર્યો થતાં રહે તેવી વાત કેન્દ્રિયમંત્રી સમક્ષ મૂકી હતી.

આ વિસ્તારના દિવ્યાંગોને સ્કીલયુક્ત કરી સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે સંસ્થા પ્રય્ત્નશીલ રહશે તેવું પણ તેમણે જણાવ્યુ હતું મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ વિઠલાપરા એ અન્નદાનની ખાત્રી આપવામાં આવી હતી PGVCLના અધિકારી એસ.આર.રાંકજા દ્વારા એમ કહેવામા આવ્યું હતું કે માનદસેવાને નમૂનેદાર સંસ્થા હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રયને હજી પણ જરૂરિયાત મુજબ CSR ફંડ આપવા માટે મારી ભલામણ કરીશ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદના આગેવાન જયેશભાઇ રંગાડીયા, ભાનુપ્રસાદ પંડયા,અરૂણભાઈ ગોસાઇ, જગદીશ ભાઇ પટેલએ જહેમત ઉઠાવી હતી તેમને દિવ્યાંગ મંદબુધ્ધિના બાળકો દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેની તૈયારી ટીનાબેન તથા કુસુમબેન દ્વારા કરાવામાં આવી હતી, આ કાર્યક્રમનું સફળ સંચાલન બળવંતભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર