પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતી નો હેતુ સિદ્ધ કરવા માટે રેલી નું આયોજન
રાષ્ટ્રિય ઊર્જા બચત પર્વ ડીસેમ્બર -૨૦૨૩ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતી નો હેતુ સિદ્ધ કરવા માટે રેલી નું આયોજન કરવામાં આવ્યું છે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસેમ્બર -૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા તા ૧૧-૧૨-૨૦૨૩ થી ૧૬-૧૨-૨૦૨૨ સુધી ઊર્જા સપ્તાહ ની ઉજવણી કરી રહ્યું છે આમ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ ની ઉજવણી અંતર્ગત તા 14.12.2023 ના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરેલ છે ,જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગે નું આયોજન કરેલ છે. રેલી, સવાર ના ૦૯-૩૦ કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડ થી ગેંડા સર્કલ થી મયુર પુલ થી નગર દરવાજા થી રવાપર રોડ થી નવા બસ સ્ટેન્ડ થી ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ એ પૂર્ણ થશે.