PGVCLના મેનેજીંગ ડાયરેક્ટર દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મિટિંગ યોજી
મોરબી: મોરબી વર્તુળ કચેરી હેઠળના વિવિધ ઉદ્યોગિક વીજ ગ્રાહકોના ઉપસ્થિત પ્રશ્નોના નિરાકરણ હેતુ તા-૦૧.૦૭.૨૦૨૪ ના રોજ મોરબી વર્તુળ કચેરી કોન્ફરેન્સ હોલ ખાતે PGVCLના મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા, પીજીવીસીએલ મોરબી ના અધિક્ષક ઈજને ડી.આર.ઘાડીયા, કાર્યપાલક ઈજનેરો તેમજ મોરબી ઈન્ડ એસોશિયેશન ના હોદ્દેદારો સાથે મિટિંગ કરી પ્રશ્નો સાંભળી ને સુખદ નિરાકરણ લાવવા બાબતની ખાતરી આપી.
મોરબી ઈન્ડ એસોશિયેશન ના વિવિધ વિભાગ જેમ કે મોરબી સિરામિક એસોશિયેશન, પોલીપેક, પ્લાસ્ટિક એસોશિયેશન, સેનેટરી વેર એસોશિયેશન પેપરમીલ એસોશિયેશન વગેરે સાથે PGVCL ના મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા સાથે મળેલ મિટિંગ અન્વયે વારંવાર થતા ઈન્ડ ફીડર માં ટ્રીપીંગ તેમજ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે બાબતે રજૂઆત કરેલ છે.
સદર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે હાલ ૩૮૨ કીમી લંબાઈની ૧૧ કેવી લાઈનમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળો MVCC કંડકટર નાખવાનું કામ ચાલુ કરાવેલ છે તથા વિવિધ ઈન્ડ.. અર્બન અને જ્યોતિગ્રામ ફીડરોમાં MVCC કંડકટર નાખવાનુ કામ મંજૂરી હેઠળ છે, જેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
આ મિટિંગમાં મોરબી જિલ્લાના માનવવંતા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સાતત્યપૂર્વક વીજ પુરવઠો મળી રહે તે બાબતે મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા દ્વારા ભાર મુકવામાં આવ્યો હતો.