Saturday, December 21, 2024

મોરબી પીજીવીસીએલ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું:૯૬.૬૭ લાખની વીજચોરી ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લામાં પીજીવીસીએલ ટીમ દ્વારા વીજચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ૧૮૯ કનેક્શનમાં ગેરરીતી ઝડપી લઈને ટીમે ૯૬.૬૭ લાખની વીજચોરી ઝડપી લઈને દંડ ફટકાર્યો છે

પીજીવીસીએલ મોરબી વર્તુક કચેરી હેઠળના મોરબી, માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં તા. ૨૩ થી ૨૫ સુધી ત્રણ દિવસ પોલીસ, SRP અને એક્સ આર્મી પ્રોટેક્શન સાથે રાખીને ૪૮ ટીમો દ્વારા વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી

જેમાં મોરબી, અંજાર, જામનગર, ભુજ તેમજ અન્ય જીલ્લામાંથી આવેલ અલગ અલગ ટીમો દ્વારા વીજચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં રહેણાંકના ૧૫૨૯, વાણીજ્યના ૬૬ તેમજ ખેતીવાડીના ૩૭ સહીત કુલ ૧૬૩૨ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા

જેમાં રહેણાંકના ૧૭૬, વાણીજ્યના ૦૬ અને ખેતીવાડીના ૦૭ કનેક્શન મળીને કુલ ૧૮૯ કનેક્શનમાં ગેરરીતી ઝડપી લેવામાં આવી હતી જેમાં રહેણાંકમાં ૬૪.૩૩ લાખ , વાણીજ્યમાં ૨૬.૯૪ લાખ અને ખેતીવાડીમાં ૫.૪૦ લાખ સહીત કુલ રૂ ૯૬.૬૭ લાખની ચીજ્ચોરી ઝડપી લેવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર