પેટકોક વપરાશ સિરામિક માટે સંજીવની કે શ્રાપ
હાલ મોરબીમાં ૬૦ થી વધુ ઇન્ડસ્ટ્રીઝ ખાનગી રાહે અવનવા નુસખા સાથે પેટકોક વાપરે છે. પેટકોકના વપરાશ ગેસ કરતા સસ્તો છે જેથી ટાઇલ્સનું કોસ્ટિંગ નીચું જાય છે અને બે નંબર વેચાણ પણ કરી શકાય છે.
હાલ ગેરકાયેદસર અને જોખમી પેટકોકનો વપરાશ દીનપ્રતી દિન વધતો જઈ રહ્યો છે ઈન્ડસ્ટ્રીઝના માલિકો આર્થિક લાભ માટે નિર્દોષ મજૂરોની જીંદગી સાથે રમી રહ્યા છે કેમ કે પેટિયું રડવા મજૂરની મજબૂરી છે.
પેટકોકમાંથી ખૂબ જ મોટી માત્રામાં સલ્ફર ઉડે છે જે માનવ જીવન અને પર્યાવરણ માટે જોખમી છે જેથી જીપીસીબી અને સરકાર દ્વારા પેટકોક વપરાશ પર આકરો પ્રતિબંધ છે જો પેટકોકનો વપરાશ હજુ ૦૫ વર્ષ સુધી ચાલ્યો તો મોરબીમાં સિરામિક આજુબાજુના ગામડાઓમાં ઘેર ઘેર સિલિકોસિસ અને અસ્થમાના દર્દીઓના ખાટલા જોવા મડશે.
કોલગેસની જેમ જ પેટકોકનો વપરાશ વધતો જાય છે જેથી હાલ ૩૦૦ જેટલા કરખનાઓ કે જેવો પેટકોંક નહિ વાપરતા તેના ગોડાઉન ભરવા લાગ્યા. અને સિરામિકમા જ મોટી હરીફાઈ થવા લાગી.
આ પ્રશ્નના હલ માટે સિરામિક એસોસિયેશન ખાતે પેટકોક બંધ કરવા માટે એક મિટિંગ યોજાઈ જેમાં ઉગ્ર રજૂઆત થઈ, જૂની વાર્તા જેમ બિલાડીના ડોકે ઘંટ બાંધવાની વાતો થઈ અને પેટકોક વાપરતા કારખાનાના નામ મંગાવિયા પણ કોઈ જાહેરમાં ના બોલતા બોક્સમાં ચિઠ્ઠી નાખવાનું નક્કી થયું. જેમાં ૪૨ નામો કોમન આવ્યા જેની યાદી બનાવી જીપીસીબી ગાંધીનગર આપી કડક કાર્યવાહીની વાતો થઈ કેમ કે પ્રમુખ કોલગેસ દંડના ૫% રોકડ માલ દબાવી બેઠા હતા માટે ખોટી સિંહ ગર્જના કરી કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ
મિટિંગ બાદ વાંકાનેર હાઇવેના એક ગ્રેનાટોના માલિક જે 90% પેટકોક વર્ષોથી વાપરે છે અને સમાજના આગેવાન બની સરકારનો લાભ લઇ દાણચોરી કરે છે ભૂતકાળમાં પેટકોક વપરાશમાં કેસ પણ થયો હતો, તેના વિશે એક કહેવત પણ છે “કોઈ ઐશા સગા નહિ જીશે ઇન્હે ઠગા નહિ” સાથે એક બીજો ઉદ્યોગપતિ એસોસિયેશનના હોદેદારોને પેટકોક તો ચાલશે એવી ધમકી આપી અને સિરામિક થી ભીગી બિલ્લી થઈ ગઈ.
અમે જીપીસીબીના અધિકારીને મિટિંગના લિસ્ટ અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે નામ આપવાની વાત તો થઈ હતી પરંતુ હજુ સુધી નામ અપવમા આવ્યા નથી, જો પેટકોક બંધ કરવા હોઈ તો તેની આયાત જ બંધ કરવુ જ હોય તો તેના માટે સરકારમાં રજૂઆત કરી મને ચોક્કસ કાર્યવાહી કરાવી જોઈએ જેથી પેટકોક સપ્લાય ઉપર જ રોક લાગી જાય
સિરામિક ઉદ્યોગકારોની એવી તે શું મજબૂરી હશે કે બે લોકો આવીને ધમકી આપે. આવા લોકો સામાજિક આગેવાન બની સમાજને જ પતાવી રહ્યા છે તેમ છતાં આવા લોકોના નામ જાહેર કેમ નથી કરતા આ બાબતે સિરામિક એસોસિયેશન દ્વારા જાહેર કરવું જોઇએ બાકી એમને નોટીસ આપવાથી તમારું ભલું નહિ થાય.