મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકા નો વધારો કરાયો
અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું
જિલ્લા તિજોરી અધિકાર એ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા તિજોરી કચેરીની પેન્સન શાખા દ્વારા ૧૦૦ વર્ષ પુર્ણ કરનાર પેન્શનરના ઉમર આધારિત પેન્શનમાં સો ટકા નો વધારો કરી ચુકવણું કરવામાં આવ્યું હતું તથા હોસ્પિટલમાં અન્ય દાખલ પેન્શનરની હયાતીની ખરાઈ કરી તેમને પણ ચુકવણી કરવામાં આવી હતી.
જિલ્લા તિજોરી કચેરીના પેન્શનર લક્ષ્મીબેન જીવરામભાઇ રામાનુજ ને ૧૦૦ વર્ષની ઉમર પૂર્ણ થતા ઉમર આધારિત પેન્શનમાં ૧૦૦% નો વધારો કરી અંદાજીત રૂ. ૭ લાખ જેટલી રકમની ચુકવણી કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યારે સરકારી હોસ્પિટલ મોરબીમાં દાખલ બચુભાઇ નર્મદશંકર ત્રિવેદી કે જેમની હયાતીની ખરાઈ ન થવાના કારણે પેન્શન બંધ થઈ ગયું હતું. પેન્શન શાખાના કર્મચારીઓ દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લઈ હયાતની ખરાઈ કરવામાં આવી હતી. હયાતીની ખરાઈ બાદ તેમને પણ અંદાજીત રૂ. ૫,૨૪,૦૦૦/-ની ચુકવણી તાત્કાલીક કરી આપવામાં આવી હતી. આ ઉમદા કાર્યમાં મોરબી જિલ્લા તિજોરી કચેરીના અધિક તિજોરી અધિકારીશ્રી સાવન રાજપરા, હિસાબનીશ નિલેશભાઇ પરમાર, સબ ઓડિટર વિશ્વરાજસિંહ ઝાલા અને જુનિયર કલાર્ક પ્રતિક્ષાબા જાડેજા સહિતના કર્મચારીઓ સહભાગી બન્યા હતા.