કોરોના મહામારી દરમિયાન નાક બંધ થઇ જતું હોય અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો નાસ લેવો જોઈએ. નાસ લેવાથી બંધ નાક ખુલ્લી શકે છે સાથે ગળા અને ફેફસાં માટે અસરકારક નિવડે છે. કોરોના સમયગાળા દરમિયાન કેટલીક આવશ્યક ટીપ્સ અપનાવો અને વાયરસ સામે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો. નિષ્ણાત જિતેન્દ્ર વર્માના જણાવ્યા અનુસાર, દરરોજ બેથી પાંચ મિનિટ સુધી નાસ લેવાથી વાયરસને નિષ્ક્રિય કરી શકાય છે. વિક્સ, નારંગી અથવા લીંબુની છાલ, આદુ અને લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળીને નાસ લો.
આ વસ્તુઓનું સેવન ન કરો
આઇસક્રીમ, કોલ્ડ ડ્રિન્ક, કોલ્ડ ફ્રિજની વસ્તુઓ અને અથાણાં, આમલી વગેરે ખાટી વસ્તુઓ અને ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો. શરીરમાં ઓક્સિજનનું સ્તર બરાબર રહે તે માટે પેટ પર શક્ય તેટલું સૂઈને ઊંડો શ્વાસ લો. તમે દિવસમાં ઘણી વાર આમ કરી શકો છો. માનસિક તણાવથી દૂર રહો. કોઈપણ પ્રકારનો માનસિક તણાવ અને ભારે આહાર તમારા શરીરમાં ઓક્સિજનની જરૂરિયાત વધારે છે.
આયુર્વેદિક ઘરેલું ઉપચારો.
દિવસમાં ગમે ત્યારે અડધો કપ ઉકાળો પણ લો. અડધા કપ ગરમ પાણી કે ચામાં અડધીથી એક ચમચી તુલસીનો અર્ક મિક્સ કરી દિવસમાં ગમે ત્યારે લો.
લવિંગ, આખા મરી અથવા અજમાની અંદર મીઠું ઉમેરો અને દિવસમાં બેથી ત્રણ વખત ચૂસો. દિવસમાં બે વાર નાકમાં તલનું તેલ કે સરસવના તેલના બે ટીપાં મૂકો. માત્ર હળવો ખોરાક જ ખાઓ. રાત્રે સૂતી વખતે હળદરનું દૂધ લેવું, સાથે જ કપૂરની ગોળી અને અજમો નાખીને એક પોટલી બનાવી તેને વારંવાર સુંઘો.
નોંધ : સ્ટોરી ટિપ્સ અને સૂચનો સામાન્ય માહિતી માટે છે. તેમને ડોક્ટર અથવા તબીબી વ્યાવસાયિકની સલાહ તરીકે ન લો. બીમારી અથવા ચેપના લક્ષણોના કિસ્સામાં ડોક્ટરની સલાહ લો.