Tuesday, September 17, 2024

પત્રકાર તુષાર બસિયા સામે ફરિયાદ થતા આહીર સેના ગુજરાત દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન અપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા કલેકટરને આહિર સેના ગુજરાત દ્વારા રજૂઆત કરવામાં આવી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. 12 જાન્યુઆરી 2024ના રોજ સુરતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનામાં એક ઈસમ ધોરણ 6માં અભ્યાસ કરતી એક સગીરાના ગુપ્તાંગ પર હાથ નાખી વિકૃત હરકતો કરતો દેખાતો હતો. ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા અને આ ઘટનાની નોંધ સુરતના સ્થાનિક મીડિયામાં પણ લેવાઈ હતી. આટલી ગંભીર બાબતે પણ સુરત પોલીસ દ્વારા કોઈ ફરિયાદ ન નોંધાતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ આ ઘટનામાં વધુ જાણકારી મેળવવા માટે જે પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી તે સીંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ ને ફોન કરી તેમનો ઓફિશ્યિલ ક્વોટ લેવા ફોન કર્યો હતો. ફોન પર પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે, ફરિયાદીઓ ફરિયાદ આપવા માંગતા ન હોવાથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. એ પછી તુષાર બસિયાએ આ મામલે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી કરતા સીંગણપોર પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવા મજબુર થયા અને કાર્યવાહી કરવામાં આવી હતી.

આ તમામ ઘટનાઓ જોતા એવું લાગી રહ્યા છે કે સત્ય ઉજાગર કરવાને લઈને તુષાર બસિયા સામે સીંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હકીકતે આટલા ગંભીર મામલામાં 12 દિવસ પછી પણ ફરિયાદ ન નોંધાય તે પોલીસની ઘોર બેદરકારી દર્શાવે છે. પણ એક પત્રકારે આ દિશામાં ધ્યાન દોરી પોતાની ફરજ નિભાવી તો તેને જ આરોપી બનાવી દેવાયો?

સીંગણપોર પોલીસે આ મામલે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી થયાના કલાકોની અંદર જ ફરિયાદ નોંધી હતી, પણ તેમાં પોલીસે પોતાની કામગીરી છુપાવવા ચાલાકી થી આરોપી તરીકે પત્રકાર તુષાર બસિયાનું નામ પણ ઘૂસાડી દીધું હતું અને પોક્સો એક્ટ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ તથા આઈટી એક્ટની વિવિધ કલમો લગાવી દીધી હતી. આશ્ચર્યની વાત એ પણ છે કે, પોલીસે જે FIR 12 દિવસ બાદ નોંધી છે તેની પાછળનું કારણ જણાવતા તે લખે છે કે, “કરિયાદી જે તે વખતે ફરિયાદ આપવા માંગતા ન હતા, પરંતુ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી ફરિયાદ આપી છે.

“ફરિયાદી લખાવે છે કે જ્યારે છેડતીના દિવસે જ સોસાયટીના CCTV ફૂટેજ લઈને બાળાની માતા તથા રીધ્ધિ-સીધ્ધિ સોસાયટીના માણસો મહિલા હેલ્પ લાઈનની ગાડીમાં બેસી સિંગણપોર પોલીસ સ્ટેશને ગયેલા. અમો સામાન્ય કક્ષાના હોવાથી તથા બાળાની ઓળખ છતી ન થાય તે હેતુથી તે દિવસે ફરિયાદ આપેલ નહીં. પરંતુ 24 જાન્યુઆરી 2024ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયેલ, જેમાં તુષાર બસિયાએ ‘મરાઠી કામવાળી બહેન’ની દીકરી એવો ઉલ્લેખ કરેલ છે. જેથી બાળાની ઓળખ છતી થયેલ છે. અમારી સંમતિ વિના ઓળખ છતી કરેલ છે. અમારી દીકરીની વધુ બદનામી કરેલ છે. જેથી છેડતી કરનાર ઇસમ તથા તુષાર બસિયા સામે કાયદેસર થવા ફરિયાદ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર