દરેક વ્યક્તિને ગળ્યું ખાવાનું પસંદ હોય છે, ખાસ કરીને જેઓ ડાયાબિટીઝના દર્દીઓ છે, તેઓને ગળ્યું ખાવાનું વધારે ગમે છે. જો સુગરના દર્દીઓ વધુ મીઠાઇઓનું સેવન કરે છે, તો પછી ડાયાબિટીઝ વધવાનું જોખમ વધી જાય છે. જો કે આવા દર્દીઓ ખૂબ વિચારીને ખાતા પીતા હોય છે, પરંતુ તેઓ ફળોનું સેવન કરતા સમયે સુગર કાઉન્ટ કરવાનું ચુકી જાય છે. જો તમે પણ સુગરયુક્ત ખાવાનું ટાળો છો અને ફળોનું સેવન કરો છો, તો સાવચેત રહો. કારણ કે ફળો પણ ડાયાબિટીઝમાં વધારો કરી શકે છે. ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ તેમાં સુગરપણ વધારે પ્રમાણમાં હોય છે. જો તમે પણ ફળો ખાઉં છો, તો પછી એવા ફળોનો ઉપયોગ કરો કે જેમાં સુગરનું પ્રમાણ ઓછું હોય અને તમને વધારે શક્તિ મળતી હોય.
રાસબરી
રાસબરીમાં ખાંડની માત્રા ઓછી અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. આ ખાવાથી તમારી ભૂખ પણ શાંત રહે છે અને પાણીની અછત પણ પૂરી થાય છે. જો તમે રાસબરિનું સેવન કરો છો, તો તમારુ સુગર કન્ટ્રોલમાં રહેશે.
જામફળ
જામફળમાં વિટામિન સી મળી આવે છે, તે તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે. પેટની ઘણી બીમારીઓને મટાડવા જામફળ ઉપયોગી નીવડે છે. જામફળનું સેવન કરવાથી કબજિયાત મટે છે. જામફળમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે ઘણા રોગોને દૂર રાખે છે. જામફળ ખાવાથી સુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
જાંબુ
જાંબુ પાચનમાં ખૂબ ફાયદાકારક છે. સુગરના દર્દીઓ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. જાંબુમાં એવા ઘણા તત્વો જોવા મળે છે જે કેન્સરને રોકવામાં અસરકારક છે. જો કોઈને ઝાડા થાય, તો સિંધવ મીઠું સાથે જાંબુ ખાવાથી ફાયદો થાય છે. સુગરને કાબૂમાં રાખવા આ એક સારું ફળ છે.
કિવિ
કીવીમાં વિટામિન એ અને સી જેવા એન્ટીઓકિસડન્ટ હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદગાર છે. વિટામિન સી થી ભરપુર કિવિ બ્લડ શુગરને વધતા બિલકુલ અટકાવે છે.