પાટીદારોએ હથિયારની માંગણી કરતા જ કાંતિ અમૃતિયાનો કાગળનો વાઘ પલળી ગયો ?
ચોરી પે સીના ચોરી: કલેકટર કચેરીએ પિસ્તોલનું લાયસન્સ માંગવા ગયેલા પાટીદાર યુવાનો ખોટા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાચા?
મોરબી: મોરબીમાં વ્યાજખોરોનું વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે જેને આડતરો પોલીસનો સાથ મળી રહ્યા હોવાના આક્ષેપો સાથે મોરબીના 1500 થી વધુ પાટીદાર યુવાનોએ કલેક્ટર કચેરી ગજવી આત્મ રક્ષણ માટે હથિયાર નો પરવાનો આપવાની માગણી કરતા ગુજરાત આખામાં આનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સ્થાનિક લેવલે પોલીસ પ્રશાસન સહિત રાજકીય નેતાઓની પણ ગરિમા શાખમાં આવતા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક વિડીયો મારફત પોતાનું નિવેદન આપવું પડ્યું હતું
આમતો કાંતિ અમૃતિયા દરેક ઘટના બાદ સોશ્યલ મીડિયામાં વિડિયો મૂકી પોતાની પ્રસિદ્ધિ લૂંટી પ્રજાને મુર્ખ બનાવી હોવાનો આનંદ લૂંટે છે પરંતુ હવે લોકો પીડા થી ગળે આવી ગયાછે અને લોકોની ધીરજ ખૂટી છે લોકો કાંતિ અમૃતિયાના વીડિયો ને ફકત મજાક અને જોક્સથી વધારે માનતા પણ નથી એવી ચર્ચા એ જોર પકડ્યું હતું.
કારણ કે કાંતિ અમૃતિયાના ૨૫ વર્ષથી આજ દિન સુધી સિરામિક ઉદ્યોગ માટે કોઈ મોટી યોજના કે લાભ થાય તેવું કામ કરીને લાવ્યા નથી અને રહી વાત સમાજની તો સમાજના યુવાનો પર કે દીકરીઓ પર આંગળી ઉઠી છે ત્યારે પણ તમે સોશિયલ મીડિયામાં ફાકા મારવા સિવાયનું કોઈ કામ કર્યું નથી ચાહે તે અનામત નો મુદ્દો હોઈ કે કાજલ હિન્દુસ્તાનીનો મુદ્દો હોઈ
ખેડૂતોના પાણીના પ્રશ્ને ૨૫ વર્ષ થી આજ દિન સુધી રજુવતો અને આહવાન જ કરતા આવ્યા તેમ છતાં આજે કેનાલ બંધ છે અને ખેડૂતો જીરાના વાવતેર અધવચ્ચે જ ટિંગાઈ રહ્યા છે
મોરબીની પ્રાથમિક સામન્ય જેવી કે એક બગીચો કે રોડ રસ્તા ગટર કે વગેરેમાં પ્રજાને સંતોષ ન આપી શકતા કાંતિ અમૃતિયા મોરબીમાં કોઈ દાદો નથી ના રાગ આલાપી લોકોને મુરખ બનાવતા હવે પાટીદારોના હથિયાર પરવાના માંગણી સાથે એ જુઠાણું પણ ખુલ્લું પડી ગયું અને રાજકીય જમીન સરકી ગઈ છે
લોકો કાંતિ અમૃતિયાને હાસ્ય કે કોમેડી કલાકાર થી વધારે કશું માનતા નથી કેમ કે દરેક વાત માં તેજ પોતાનું સ્ટેટમેન્ટ ખંડન કરે છે અવાર નવાર કહેતા કે મોરબી માં કોઈ ગુંડો નથી અને એનો જ ઓડિયો વાઇરલ થયો હતો કે બધા ગુંડા હવે ભાજપમાં આવી ગયા છે
મોરબીમાં અપાયેલ હથિયાર આવેદન ની અસર થી સરકાર ની પણ આંખો ઊઘડી ગઈ છે અને વાત દિલ્હી સુધી ગઈ છે.આ આવેદન થી ગુજરાત ના પાટીદારો ઉપર ગંભીર અસર થઈ છે અને દિલ્હી થી હકીકત લક્ષી અહેવાલ મંગવીયો છે જે મોરબી ની આવનારી રાજકીય દિશા નક્કી કરશે અને કાંતિ અમૃતિયા નું ભાવિ પણ
કાંતિ અમૃતિયા અવર નવાર કહેતા હતા કે અધિકારી અમારું સાંભળતા નથી એ અમારી કમનસીબી છે, પરંતુ આ કમનસીબી મોરબી ની પ્રજા ની છે જેને ભાજપ ને મત આપ્યા છે નહિ કે વ્યક્તિને
તે સંગઠન અને સરકાર સારી રીતે જાણે છે મોરબી માં લોકો ભાજપના બેનરને મત આપે છે જેથી કાંતિ અમૃતિયાના વિરોધી પ્રચાર છતાં બ્રિજેશ મેરજા ચૂંટણી જીતી ગયા હતા અને ૨૫ વર્ષ માં કાંતિભાઈ નાં કરી શક્યા તેવા કામો પણ કરી ગયા હતા જો હવે આજ પરિસ્થિતિ રહી તો મોરબીનો ચેપ આખા ગુજરાત ને લાગશે અને લોકો ને પોલીસ પ્રશાસન અને સરકારી તંત્ર ઉપર થી વિશ્વાસ ઉઠી જશે
મોરબી ધીરે ધીરે ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે જેમાં પોલીસની ભૂમિકા ખૂબજ ગંભીર છે કારણ કે નેતાઓને કોઈ જ ગંભીરતાથી લેતું નથી અમુક અધિકારીઓ તો ફોન પણ ઉપાડતા નથી.
ત્યારે પાટીદાર સમાજનાં લોકોની જ ટીકા કરવાનું છોડી દો અને યુવાનો અને દીકરીઓ સાથે થતા અન્યાય સામે તમે સાથે રહી આવેદનનાં આપી શકો તો કંઈ નહિ કાંતિભાઇ અમૃતિયા પણ તેમને તો ખોટા ચીતરવાનાં પ્રયાસોનાં કરો તેવી વાતો હવે પાટીદાર સમાજ મા વહેતી થઈ છે.