Wednesday, January 8, 2025

પાટીદાર સમાજના યુવાનોને મળશે હથિયાર પરવાનગીનું લાયસન્સ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હથીયારનુ લાયસન્સ લેવા માંગતા પાટીદાર સમાજના લોકોએ પુરાવા રજુ કરવા કલેક્ટરે દ્વારા લેખિતમા જણાવયુ 

મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો અને દિકરીઓ સલામત ન હોય જેથી પાટીદાર યુવા સંઘ દ્વારા મનોજભાઇ પનારાની આગેવાનીમા ૧૫૦૦ થી ૨૦૦૦ પાટીદાર યુવાનો દ્વારા તા. ૨૮-૧૧-૨૦૨૪ ના રોજ હથીયાર પરવાનગી આપવા બાબતે મોરબી જીલ્લા કલેકટરને લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારે મોરબી જિલ્લામાં પહેલીવાર એવુ બન્યું છે કે કોઈ રજુઆતનો કલેકટર દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હોય ત્યારે મોરબી જીલ્લા કલેકટર દ્વારા ૦૧-૦૧-૨૦૨૫ ના રોજ મનોજભાઇ પનારાને લેખિતમાં જણાવ્યું છે કે પાટીદાર સમાજના યુવાનો દ્વારા કલેકટર કચેરીએ રજુઆત કરી હથિયારની પરવાનગી આપવા સારું કુલ-૨૪૩ ઓફલાઈન અરજીઓ રજુ કરેલ છે.

જેથી આર્મ્સ રૂલ્સ-૨૦૧૬ના અંતર્ગત ઉક્ત તમામ અરજીઓ ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ ndal-alis.gov.in પર ઓનલાઈન અરજી કરી નીચે જણાવેલ આધાર- પુરાવા સાથે અત્રેની કચેરીએ રજુ કરવા જણાવવામા આવેલ છે.

૧.હથિયાર પરવાની માંગણી અંગેનું ઓનલાઈન ફોર્મ, ૨. ફોર્મ-૬-૧, ફોર્મ-5-૨, ફોર્મ-s-3, ૩. શુટીંગ સર્ટીફિકેટ, ૪. પાસપોર્ટ ફોટા, ૫. રહેઠાણનો પુરાવો, ૬. રૂ. ૧૦૦૦/-નું ચલણ, ૭. જન્મ તારીખનો આધાર, ૮.વ્યવસાયના આધાર-પુરાવા, ૯. આર્થિક સ્થિતિ અંગે છેલ્લા ૩ વર્ષના ઈન્કમટેક્ષ રીર્ટન.

ત્યારે આ બાબતે પાટીદાર યુવા સંઘના આગેવાન મનોજભાઇ પનારા સાથે ટેલિફોનીક વતાચીત કરતા જણાવ્યું હતું કે લાયસન્સ પરવાનગી બાબતે કલેકટરને જે રજુઆત કરેલ તેમનો કલેકટર દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવતા મનોજભાઇ પનારાએ કલેકટરનો આભાર વ્યક્ત કર્યો છે. અને વધુમાં જણાવ્યું હતું કે આ પાટીદાર સમાજની એકતાની જીત છે. અને આવનારા દિવસોમાં મનોજભાઈ વિનંતી કરે છે કે કલેકટર પાટીદાર સમાજના અરજી કરતા તમામ યુવાનોને હથીયાર પરવાનગીનુ લાયસન્સ આપવામાં આવે તેવી માંગણી વ્યક્ત કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર