મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે.
આ નવરાત્રીમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણઝાર રાખવામાં આવી. આ અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે સારું ગરબે રમતા ખેલૈયાઓને 6 એકટીવા અને બાળકો માટે બે નાના બાઇક રાખવામાં આવ્યા છે. તો આ ઇનામો જીતવા થઈ જાવ તૈયાર.
સમગ્ર દેશમાં ૨૧ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિને વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે. તેમના પ્રયાસોથી ભારત...
મોરબી : મોરબીના યુવાનો માટે લશ્કરી, અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે. જેમાં મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મોરબીના તમામ સમાજના યુવાનો અને યુવતીઓ માટે આગામી સમયમાં સરકાર દ્વારા લશ્કરી, અર્ધલશ્કરી તેમજ લોકરક્ષક(પોલીસ)ની જે ભરતી આવી રહી...