પાટીદાર દિકરીનાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું
સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર આયોગ અને મહિલા આયોગ સમક્ષ રજૂઆત કરશે
રાજકોટ : તાજેતરમાં અમરેલી માં ભાજપ નાં બે જૂથો વચ્ચે રાજકીય વૈમનસ્ય ને કારણે સ્થાનિક ધારાસભ્ય સામે અનેક આક્ષેપ કરતો પત્ર વાઇરલ થયો હતો જે બાબતે સામેના જૂથ સામે ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસમાં જેમણે ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી નહોતી તેવી પાટીદાર સમાજ ની દિકરી ને આરોપી બનાવી તેની મધરાતે ધરપકડ કરી જાહેર માર્ગ પર તેનું સરઘસ કાઢવામાં આવતા આ બાબતે પાટીદાર સમાજ માં વ્યાપક રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે દિકરી ને યોગ્ય ન્યાય મળે અને તેને બદનામ કરી તેની સાથે હાર્ડ કોર ક્રિમીનલ જેવો વ્યહવાર કરનાર દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આજે રાજકોટ ખાતે કલેકટર મારફત મુખ્યમંત્રી ને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં જો સરકાર દિકરી ને ન્યાય અપાવવા માં નિષ્ફળ જશે તો આવનારા સમયમાં માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ અને હાઈકોર્ટ માં સુઓમોટો રિટ સહિતનાં વિકલ્પો પર કાનૂની લડત નાં મંડાણ કરવામાં આવશે તેવી આ તકે કૂર્મી સેના નાં અગ્રણીઓ એ જાહેરાત કરી હતી. આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજ નાં અગ્રણીઓ અને કૂર્મી સેના નાં આગેવાનો – કાર્યકર્તાઓ એ એકત્રિત થઈ દિકરી ને ન્યાય અપાવવા માટે નારાબાજી કરી હતી.
કૂર્મી સેના નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડીયા, રાષ્ટ્રીય મહામંત્રી ચિરાગ કાકડીયા અને આગેવાનો એ સાથે મળીને કલેકટર પ્રભોવ જોષી ને ઉગ્ર રજૂઆત કરી પાટીદાર સમાજની લાગણી થી વાકેફ કર્યા હતા. આવેદન પત્ર આપવામાં કૂર્મી સેના નાં એડવાઈઝરી બોર્ડ નાં મુખ્ય સલાહકાર અશોકભાઈ દલસાણીયા, પ્રદેશ અગ્રણી વિજયભાઈ શિયાણી, સૌરાષ્ટ્ર ઝોન અગ્રણીઓ નરેન્દ્ર પટેલ, રમેશચંદ્ર પટેલ, લિનેશ સગપરિયા, ચંદ્રેશ સવસાણી રાજકોટ શહેર મહામંત્રી કેતન તાળા, જેન્તીભાઇ મારડિયા, ધવલ વડાલિયા, મહેશ લુણાગરિયા, તુલસી પટેલ, વિનુભાઈ પટેલ, એડવોકેટ મોનલ પટેલ, ગોવિંદભાઈ સભાયા, પ્રિન્સ પાધરા,હાર્દિક વસોયા,દીપ ભંડેરી, ભવ્ય પટેલ, પ્રીત અકબરી, નિકુંજ ભુવા, વિશાલ રામાણી, નિલેશ હાપલિયા, વિશાલ રાબડીયા, ધવલ પાંભર, રમેશ લુણાગરિયા, હર્ષ સીદપરા, ભવ્ય પટેલ,કપિલ પરસાણીયા, કેવિન પટેલ, વૈશાલીબેન સહિતનાં અગ્રણીઓ અને મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નાં કાર્યકર્તાઓ કલેકટર ને આવેદનપત્ર આપવામાં સાથે જોડાયા હતા.