ચારની અટકાયત છતાં એક પણ મોબાઈલ અને બાઇક કબજે ના કરતા અચરજ !
રહેણાંકના મકાનમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડા પાડયા ? ઓછો મુદ્દામાલ બતાવવાનો પ્રયાસ ?
પાટડી પોલીસે પાટડી શહેરના ખાનસરોવર વિસ્તારના બહુચરમાંના મંદિર પાસે ચાલતા એક જુગારધામ પર રેઇડ કરી હતી જેમાં રૂ.10,490 ની રોકડ રકમ સાથે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો ઝડપાયા હોવા છતાં એકેય પાસેથી મોબાઈલ કે બાઇક કબજે ના કર્યા ? ત્યારે પાટડી પોલીસે રહેણાંક ના મકાનમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડા પાડયા ? હોવાનું અને ઓછો મુદ્દામાલ ચોપડે નોંધી ! નાનું જુગાર બતાવ્યા હોવાનું ચર્ચાવા પામ્યું છે એથી સામે અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા હતા,
પાટડી પોલીસ દ્વારા ટાઉન વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી જેમાં જાવેદ ઈંદ્રિશભાઈ મન્સૂરી રહે.ખારાઘોડા, દશરથ કાંતિભાઈ ઝીંઝુવાડિયા રહે.પાટડી, અર્જુન સવજીભાઈ ગોહેલ રહે.પાટડી, યોગેશ બાબુભાઇ ચાવડા રહે.પાટડી, વાળાને 10,490 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા પોલીસ દ્વારા રહેણાંકના મકાનમાં જુગારધામ પર દરોડા પાડયા હોવાનું ચર્ચાયુ હતું પરંતુ પાટડી પોલીસે ચોપડે જાહેર ચોક ( ખુલ્લો ચોક ) દર્શાવવામાં આવતા પાટડી પોલીસ ની કામગીરીને લઈને અનેક સવાલોનો ગણગણાટ થવા પામ્યો હતો, એટલુંજ નહીં પરંતુ ચારેય શખ્સો માંથી એકેય પાસેથી મોબાઈલ અને બાઇક કબ્જે કેમ ના કર્યો ? હોવાનું સામે આવતા ચર્ચાએ વધુ જોર પકડવા સાથે લોકોને અચરજ માં નાખી દીધા હતા,
ત્યારે ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા પોલીસ મથક વિસ્તારમાં ડી.વાય.એસ.પી સ્કોડ અને સી.પી.આઈ દ્વારા ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા હોય છે ત્યારે એલ.સી.બી પણ ગમે ત્યારે ત્રાટકે છે જેના કારણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ ઓછી થઈ જવા પામી છે એથી સ્થાનિક પોલીસની ઉપરની આવક ઓછી થઈ હોવાની ચર્ચાઓ થવા પામી છે, તેથી જુગારધામ પર દરોડા પાડી અને સ્થળ બદલી ઉપરની આવક મેળવી રહ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાવા પામ્યું હતું, જોકે ફરિયાદમાં બનાવની જગ્યા ખુલ્લો ચોક દર્શાવવામાં આવ્યો હતો ત્યારે મોબાઈલ ફોન કબ્જે ના કરતા મોટું જુગારધામ પકડાયું ? હોવા છતાં નાનું બતાવી ખીસ્સા ગરમ નહીં કર્યા હોય ને ? આવી ચર્ચા પંથકમાં ચર્ચાવા પામી હતી,
પ્રેસનોટમાં આરોપીની વિનંતીથી ફોટો જાહેર ના કરાયો…
કોઈપણ રેઇડમાં આરોપીના ફોટા પાડી પ્રેસનોટ બનાવતી હોય છે પરંતુ પાટડી ટાઉનમાં પાડવામાં આવેલી રેઇડની પ્રેસનોટમાં ફોટો મોકલવામાં ના આવતા આ બાબતે પાટડી પી.એસ.આઈ એમ.બી.વિરજા ને પૂછતાં ચાર આરોપી પૈકી એક આરોપીની સગાઈ ન થઈ હોવાથી તથા કોલેજમાં હોવાથી આરોપીની વિનંતી થી ફોટા પાડવામાં આવેલ નથી.
સમાચાર : શૈલેષ વાનીયા

