Saturday, September 21, 2024

પતંગ રસિયાઓ આનંદો, ઉત્તરાયણના દિવસે પવન ટનાટન રહેવાની આગાહી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ વર્ષે ઉત્તરાયણે પણ પવન મોજ કરાવશે

ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી કરી છે. દિવસ દરમિયાન એવરેજ ૮-૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે.આગાહી અનુસાર, પશ્ચિમ વિષુવવૃત હિંદ મહાસાગર નજીક દક્ષિણપૂર્વમાં અપર એર સાક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે.

જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. જોકે તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આગામી ૫ દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેલી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર