ઢોર પકડવાની કામગીરીનું સુરસુરિયું: જવાબદાર કોણ કાંતિભાઈ કે પાલિકા?
મોટા ઉપાડે ઢોર પકડવાની કામગીરી કરવાની અને રખડતા પશુધન થી મુક્તિ અપાવવાની જાહેરાતો ફક્ત લોલી પોપ?
મોરબીમાં દિવસે ને દિવસે રખડતા પશુધન નો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે તેમને પકડવાની કામગીરી કરવાની વાતો અનેક વખત મોરબી નાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી નગરપાલિકા અધિકારીઓ કરી રહ્યા છે પણ તે ફક્ત લોલીપોપ સાબિત થઈ રહી છે.
થોડા જ દિવસો પહેલા રખડતા પશુધન પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 5-10 લોકોને દંડ પણ કરવામાં આવ્યો હતો પણ તે મીડીયા માં હાઇલાઈટ થવા અને વાહ વાહી લૂંટવા પૂરતી જ હોઈ તેમ ત્યાર બાદ આ કામગીરી જાણે બંધ કરી દેવામાં આવી હોઈ તેવું લાગી રહ્યું છે.
આજની તારીખમાં મોરબીનાં તમામ માર્ગો અને સોસાયટીઓમાં પશુધનનો ત્રાસ જોવા મળી રહ્યો છે અવારનવાર લોકો ને રેઢિયાળ ઢોરને કારણે અકસ્માત નો સામનો કરવો પડે છે નાની મોટી ઇજાઓ થી માડી જીવ ગુમાવ્યા ના બનાવો પણ શહેરમાં બનેલા છે અને તેમને રોકવા અને પકડવા વાળી કોઈ ટીમ મોરબી શહેરમાં નજરે પડી રહી નથી જેથી ચોક્કસ થી લાગી રહ્યું છે કે કાંતિભાઈ એ કરેલ વાતો ચૂંટણીના વાયદાની જેમ લોલીપોપ હતી.