મોરબી: મોરબી જીલ્લામા ફેક્ટરીઓના કારણે પ્રદુષણની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા પર્યાવરણ જન જાગૃતિ અભિયાનના ભાગરૂપે ભરતનગર ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભરતનગર ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટીયા, ઉપસરપંચ સવજીભાઈ સુરાણી, સહકારી મંડળીના પ્રમુખ નવીનભાઈ ફેફર તથા ભરતનગર phc ના કર્મચારીઓ તથા ભરતનગર ગામના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)