પર્યાવરણ અને પ્રદુષણ બચાવવાનો મોરબીના ગેસ આધારિત સ્મશાન ગૃહનો ફળશ્રુતિ ભરેલો સફળ પ્રયત્ન
મોરબી: સ્વ. મનુભાઈ પટેલ સમય વાળા અને ભરત ભાઈ કારિયા અને ચંદ્રકાન્ત દફતરી આ વિચારને લઈ અને રાજકોટ અને આજુબાજુના વિદ્યુત સ્મશાનની મુલાકાત લઈ અને મોરબી શહેરના તમામ જ્ઞાતિના વડીલો સાથે મિટિંગ કરી અને શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને વિદ્યુત સ્મશાનની કાર્યવાહી આગળ વધારી હતી.
શ્રી શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ કારીયા, મંત્રી તરીકે ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી તરીકે સમીરભાઈ પંડિત અને ટ્રસ્ટીઓ તરીકે કરશનભાઈ આદ્રોજા, વેલજીભાઈ પટેલ, બેચરભાઈ હોથી, પરેશભાઈ પટેલ, દીલુભાભાઈ જાડેજા(જયદીપ), રાજુભાઈ દોશી, હસુભાઈ દોશી, ચંદુભાઈ પટેલ, ભાણજીભાઈ હીરાવાલા, એ. કે. પટેલ, કિરણભાઈ મહેશ્વરી અને પ્રમુખ મોરબી નગરપાલિકા આ ગેસ આધારિત સ્મશાન ને વ્યવસ્થિત સંચાલન કરવામાં સહાય રૂપ થઇ રહ્યા છે.જમીન, ભઠી, અને બાંધકામ વિગેરેના નાના મોટા વિઘ્નો માંથી પસાર થઈ મોરબીને એક વિદ્યુત સ્મશાન અર્પણ કરી શક્યા.
પ્રથમ ચારથી પાંચ વર્ષ આપણને સમગ્ર જનતાને સમજાવતા વાર લાગી હતી ત્યારે આપણને પૂરતા પ્રમાણમાં જનતાનો સહયોગ પ્રાપ્ત થતો ન હતો પરંતુ આજના સમય માં આપણે બીજી ભઠ્ઠી પણ કરવી પડી તે સમાજ ની જાગૃતિ બતાવે છે, ૧૦ વર્ષ થી આપણે ઇલેક્ટ્રિકમાંથી ગેસ આધારિત સ્મશાન કરી અને વીજળીનો પણ બચાવ કરી શક્યા છીએ.
જ્યારે સ્મશાન બનાવવાનો વિચાર અમલમાં મુકવાનો સમય આવ્યો ત્યારે રાજકોટના સ્ટાર આર્કિટેકના સુરેશભાઈ સંઘવીનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવી અને આપણે આ ઇમારત બનાવી શક્યા આજે બે દાયકા થઈ ગયા છતાં એવું જ લાગે કે હમણાં જ આ બિલ્ડીંગ બનાવવામાં આવેલા છે અને લાગે છે કે રીપેરીંગ નો એક પણ પૈસો ખર્ચ કરવામાં આવ્યો નથી આવું સુંદર બાંધકામ પણ આપણને પુણ્ય યોગ્ય પ્રાપ્ત થયું રીપેરીંગના ખર્ચને તો સૌ કોઈ પહોંચી શકે પરંતુ તેની પાછળ સમયની બરબાદી અને આવા જવાનો સમય કોઈની પાસે હોય નહીં જે આવી સુંદર ઇમારત બનવાથી આપણે બચાવી શક્યા,
બે દાયકા ની અંદર અંદાજે નવલાખથી વધુ લોકો આ સ્મશાનની અંદરમાં પોતાના સ્વજનને અંતિમ દર્શન કરવા આવી ચૂક્યા હશે, છતાં પણ આંખે ઉડી અને વળગે એવી વાત એ છે કે કેટલી સુંદર સાફ-સફાઈ, નીરવ શાંતિ, કોઈપણ જાતની સગા સંબંધીઓ દ્વારા કોઈ ફરિયાદ નહીં, આ બધું લોક સેવાને વરેલા ટ્રસ્ટીઓના સદભાગ્યથી આપણે જોઈ શક્યા છીએ.
આજના જમાનામાં સમયનું દાન આપવું તે ખૂબ જ મોટી વાત ગણી શકાય એક અવાજે કહી શકીએ કે, અને ગર્વથી કહી શકીએ કે ભરતભાઈ કાંતિલાલ કારિયા જે રીતે આ સ્મશાન ની અંદરમાં જીણામાં ઝીણી વસ્તુઓમાં ઓતપ્રોત થઈ ગયા અને રોજ સવારે હાજરી આપવી, કર્મચારીઓની સાથે વાટાઘાટો કરવી, ડ્રાયવરો સાથે તાલ મેળ કરવો અવસાન થયુ હોઈ તેમના સ્વજનોના ફોન ના જવાબ આપવા તેમને જણાવેલ સમયે અંતિમ યાત્રા બસનું આયોજન ડ્રાયવર સાથે ફોલોઅપ લઈને કરવું, એટલું જ નહીં પરંતુ સ્મશાનની અંદરમાં માં મેલડીની કૃપા હોવી જોઈએ તેવી તેમની અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખી અને એક ભવ્ય મંદિરનું પણ સ્થાપન કરવામાં આવ્યું.
હમણાં જ તાજેતરમાં સંસ્થાના કાર્યમાં યસ કલગીનું વધુ એક છોગું પણ ઉમેરાયુ અંતિમયાત્રા બસ રૂપિયા ૨૧ લાખ ની તે પણ એક દાતા પાસેથી મેળવી અને તે દાતા ને પ્રેરણા આપી અને ભરતભાઈ એ નોંધનીય કાર્ય કરેલ છે આ અંતિમ યાત્રા બસના દાતા દિનેશભાઇ હસુભાઈ મહેતા ડી મહેતા એન્ડ કંપની મોરબી વાળા એ સમાજને ઉપયોગી એવું ઉદાહરણ રૂપ પગલું લઈ અને સમાજ સેવા મનું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કરેલ છે.
સમય જતા સ્ટાફને રહેવા માટેની જરૂરિયાત ઊભી થતા સમગ્ર ટ્રસ્ટીઓનો એક જ વિચાર હતો કે સ્ટાફને રહેવા માટે બે ક્વાર્ટર બનાવવા અને એક ઓફિસ બનાવવી અને સંસ્થા નો રેકોર્ડ સચવાય તે બિલ્ડીંગ પણ ભવ્ય રીતે પૂર્ણ થવા આવ્યું છે તે બિલ્ડીંગના મુખ્ય દાતા તરીકે ટ્રસ્ટી દિલુભા ભાઈ જાડેજાના પ્રયત્નથી સ્વ. ઉદયસિંહજી જાડેજા પરિવાર દ્વારા 25 લાખ જેવી માતબર રકમ આપી ઉદારતા દાખવી તે પણ વંદનીય કાર્ય કરેલ છે.
આપણા આ ગેસ આધારિત સ્મશાનને જોવા માટે રાજકોટથી પણ ઇલેક્ટ્રીક સ્મશાન વાળા આવે સુરેન્દ્રનગર થી પણ ઈલેક્ટ્રીક સ્મશાન વાળા આવે એ જ બતાવે છે કે આપણે સમાજને અતિ ઉપયોગી, પર્યાવરણ માટે અતિ ઉપયોગી અને જનતાને માટે અતિ ઉપયોગી કાર્ય કરી એનો સંતોષ અનુભવી શકીશું.
આ ટ્રસ્ટ દ્વારા દરરોજ કુતરાઓ ને ૧૦ કિલો લોટ ની રોટલી બનાવી અને આપવામાં આવે છે તેમજ મોરબી શહેર ની જનતા ને કદાચ માહિતી નં હોઈ કે ગ્રીનચોક માં આવેલ ગ્રીન હોટેલ ઉપર વર્ષો થી હજારો પોપટ શિંગના દાણા ચણવા માટે સવારે આવે છે તેમાં પણ દર મહિને ૧૦૦ કિલો ચણ શીંગ દાણા ની આપવા માં આવે છે આ ઉપરાંત રોજ ૨૦ કિલો ચણ સ્મશાન ની છત ઉપર નાખવામાં આવે છે. આ પશુ પંખી ની સેવા નો ખર્ચ અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ આવેલ સગા સબંધીઓ જે દાન આપે છે તેમાંથી કરવામાં આવે છે, દરેક સગા સબંધીઓ સ્વર્ગસ્થની યાદમાં જે ધર્માદો કરે છે તે રકમ પશુ પંખી માટે વપરાય છે.