મોરબી: ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.
ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મેના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે નુતન સ્ટુડિયો, રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે ક્રીમ લચ્છીનું વિતરણ કરવામાં આવશે. જેના આયોજક પિયુષભાઈ જોષી (ગાયત્રી ફ્રેબિકેશન વર્કસ), શૈલેશભાઈ ઠાકર (નૂતન ઇલેક્ટ્રોનિક્સ), મનિષભાઈ જોષી (વકિલ), નરેશભાઈ ઠાકર (નૂતન સ્ટુડિયો), ભાર્ગવભાઈ જોષી, દિક્ષિતભાઈ રાવલ, કનૈયાલાલ જાની (રીટાયર પોલીસ ટંકારા), ધિરેનભાઈ ઠાકર (દ્રષ્ટી સ્ટુડિયો), હસુભાઈ પંડ્યા (શિવ મેડીકલ), અશ્વિનભાઈ રાવલ (Ex.આર્મી) સહિતના જહેમત ઉઠાવશે.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલી ગીતાંજલી વિદ્યાલયમાં આજે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયરના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ફાયરના તમામ ઇક્વિપમેન્ટ અને ફાયરની ઘટના સમયે શું સાવધાની રાખવી અને કયા પગલાં ભરવા તે બાબતે માહિતી આપવામાં આવેલ હતી સાથે ખાસ કરીને આગ લાગે...
અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું
જિલ્લા તિજોરી અધિકાર એ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા તિજોરી કચેરીની પેન્સન શાખા દ્વારા ૧૦૦ વર્ષ પુર્ણ કરનાર પેન્શનરના ઉમર આધારિત પેન્શનમાં સો ટકા નો વધારો કરી ચુકવણું કરવામાં આવ્યું હતું તથા હોસ્પિટલમાં અન્ય દાખલ પેન્શનરની હયાતીની ખરાઈ કરી તેમને પણ ચુકવણી કરવામાં...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે એક ઇસમને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે
પોલીસે આરોપી જીગ્નેશભાઈ રાજેશભાઇ ચૌહાણ ઉવ.૨૮ રહે.ભડીયાદ રોડ ભડિયાદ કાંટાની બાજુમાં વાળા પાસેથી વર્લી ફિચર્સના અલગ અલગ આંકડા લખેલ ચીઠ્ઠી તેમજ...