વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેટમેક્સ સિરામિક કારખાનામાં બે દિવસ પહેલા કોઈ વ્યક્તિ દ્વારા એક પાર્સલ મોકલાવવામાં આવ્યુ હતે જે બાદ કારખાનેદાર દ્વારા આ પાર્સલ ખોલતા તેમાંથી બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને આ મુદ્દો જીલ્લામાં ટોક ઓફ ટાઉન બન્યો હતો.
આ બાબતની જાણ પોલીસ તંત્રને થતા મોરબી એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી જઈને રાજકોટ બોમ્બ સ્કોવડથી મદદથી પાર્સલની તપાસ હાથ કરાતાં તેમાં કોઈ વિસ્ફોટક પદાર્થ ન હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો…
જે મામલે આજે સેટમેક્સ કારખાનાના સંચાલક હાર્દિકભાઈ બળવંતભાઈ ઘોડાસરા(ઉ.વ.34, રહે. કુંજ સોસાયટી, સનાળા રોડ, મોરબી)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મોબાઈલ નંબર ૯૬૩૮૭૬૮૨૭૯ વાપરનાર વ્યક્તિએ ફરિયાદીના કારખાનાના સિક્યુરીટી ગાર્ડ સાથે એક પ્લાસ્ટિકની થેલીમાં સફેદ કલરના પાર્સલમાં બોમ્બ જેવી વસ્તુ મોકલી ફરિયાદી હાર્દિકભાઈ તથા તેની ફેમીલી અને કારખાનાને ઉડાવી દેવાની મોબાઈલ ફોનમાં ધમકી આપી હતી જેથી પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે આઇ.પી.સી. કલમ 336, 507 મુજબ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર. પી. જાડેજા ચલાવી રહ્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa