વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલા એક્સેલ પેપરમિલ કારખાનામાં ગઇકાલ સાંજના સમયે વેસ્ટ પેપરમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધરણ કર્યું હતું. જે બાદ આગની જાણ મોરબી, વાંકાનેર, હળવદ ફાયર બ્રિગેડની ટીમે કરવામાં આવતા તાત્કાલિક ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જે બનાવમાં 20 કલાક કરતાં વધુ સમય બાદ આગ પર કાબુ મેળવાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ એક્સેલ પેપરમિલમાં ગઈકાલના રોજ આગ લાગવાની ઘટના બની હતી અને આગ વેસ્ટ પેપરમાં લાગતા ધીમે ધીમે આગ આખા કારખાનામાં પ્રસરી ગઇ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગની જાણ મોરબી, વાંકાનેર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી જઈ હતી પરંતુ આગ પર કાબુ મેળવવો મુશ્કેલ જણાતા હળવદ અને રાજકોટથી પણ ફાયર બ્રિગેડ ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી જે બનાવમાં 20 કલાક કરતાં વધુ સમય સુધી ચાર શહેરોની ફાયર બ્રિગેડની ટીમોની મહેનત બાદ આગ પર કાબુ મેળવયો હતો…
આ ઘટનાની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ અને વાંકાનેર પ્રાંત અધિકારી ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો. હાલ આગ પર કાબુ મેળવાયા બાદ આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે…