ગેરકાયદેસર રીતે મંજૂરી લાવેલી પેપરમિલ લોકોના મોતનું કારણ બનશે, મચ્છુ-3માં ઠલવાઈ રહ્યો છે મોતનો સામાન
અમારી ડિસ્પ્લેમાં દર્શાવેલ ફોટોથી જો તમે વિચલિતના થાવ તો સમજો કે તમારી આત્મા અને માનવતા મરી પરવારી છે. ચક્રવાતે મોરબીમાં અનેકવાર ઝેર ઓકતી પેપરમિલના દૃશ્યો પ્રકાશિત કર્યા છે.
હાલ આપ જોઈ રહ્યા છો તે ફોટા અને વિડિઓ ગોરખીજડિયા ગામ પાસે આવેલી નેક્સા, પલક, અને તીર્થક પેપર મીલ વગેરે જેવી પેપરમિલોનું પાપ છે. જે પેપરમિલથી 40 મીટરે આવેલ ધુતારી નદીમાં થઈને મચ્છુ 3 ડેમમાં ઠાલવવામાં આવે છે જેના લીધે માનવ , પશુ અને પંખીઓની જીંદગી ભયાનક રોગથી નરક બની રહી છે.
આ મોરબીના મચ્છુ ડેમના હાલ અમદાવાદની સાબરમતી અને ભાદર ડેમથી પણ દૂષિત થતો જાય છે , મરછુ ડેમનું પાણી આખા મોરબીને પીવા અને વપરાશમાં આપવામાં આવે છે અને શહેરમાંથી અનેક વાર ચામડીના રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીની સમસ્યા વધી રહ્યાની ચર્ચા થઈ રહી છે
જિલ્લાના આરોગ્ય વિભાગના IDSP દ્વારા જાહેર કરાયું છે કે સિરામિકમા પેટકોકનો વપરાશ સિલિકોસી રોગને જન્મ આપે છે અને પેપર મિલનો મચ્છુમાં ગેરકાયદેસર ઠલવાતો કચરો ચામડી અને કેન્સર જેવી બીમારીને જન્મ આપે છે બને હાઈ રિસ્ક પોલ્યુશન માં આવે છે.
ભૂતકાળમાં જયારે ગોરખીજડિયા ગામે ધુતારુ નદી પાસે પલક પેપર મિલને મંજૂરી અપાઈ રહી હતી ત્યારે જે તે વખતના સરપંચ અને તલાટીએ ગેરકાયદેર મંજૂરી માટે અસહમતી આપતા માલિક અને અમુક રાજકીય લોકો દ્વારા બંધુક બતાવી ધમકીઓ અપાઈ હતી તેવી ચર્ચા પણ ચાલી હતી જેનું પાપ આજે આખું મોરબી ભોગવી રહ્યું છે.
હાલ ગોરખીજડિયાના સરપંચ અને જાગૃત લોકો દ્વારા પ્રાદેશિક કચેરી પર ભરોસો ન રહેતા GPCBના ચેરમેન અને મુખ્યમંત્રીને રજુવાત કરી છે હવે જોવાનું રહ્યું કે તંત્રી કેટલી હદ સુધી ભ્રષ્ટ છે
ચક્રવાત ન્યૂઝ ટીમ લોકહિત માટે જઈ ગ્રાઉડ લેવલ રિપોર્ટિંગ કરશે