Friday, September 20, 2024

મોરબી જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આવતી કાલે રેડ એલર્ટના પગલે જિલ્લામાં સ્થળાંતર અને જાનમાલની સલામતીના મુદાઓ પર ભાર મુકાયો

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

પ્રભારી મંત્રીએ જિલ્લામાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ, બચાવ કામગીરી, વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. હવામાનની આગાહી અનુસાર આવતીકાલે પણ મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે ત્યારે સ્થળાંતર તથા જાનમાલની સલામતી સહિતના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવા તેમણે જણાવ્યું હતું. સગર્ભા મહિલાઓને સ્થળાંતરિત કરી આરોગ્ય ટીમના દેખરેખ હેઠળ રાખી સાર સંભાળ રાખવા જણાવ્યું હતું. ક્યાંય પણ રોડ તુટવાના કારણે વાહન વ્યવહાર ખોરવાય તેવું હોય તો ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
પાણી ઉતર્યા બાદ મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે અને દવા છંટકાવ, ગટરની સાફ-સફાઈ અને પાણીના નિકાલ સહિતની બાબતો અંગે પરફેક્ટ આયોજન કરવા પણ વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. ઉપરાંત જિલ્લામાં સાફ-સફાઈના સાધનો, બચાવ કામગીરી માટેની સાધન સામગ્રી ઉપરાંત દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે કેમ તેની પણ મંત્રીએ પૃચ્છા કરી હતી.

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર